સાબરકાંઠાઃ નેતન્યાહૂ અને મોદી વદરાડ વેજીટેબલ સેન્ટરની લેશે મુલાકાત

News18 Gujarati
Updated: January 15, 2018, 2:32 PM IST
સાબરકાંઠાઃ નેતન્યાહૂ અને મોદી વદરાડ વેજીટેબલ સેન્ટરની લેશે મુલાકાત
ગુજરાત રાજ્યનુ સૌ પ્રથમ અને સૌથી મોટુ વેજીટેબલ સેન્ટર છે...

ગુજરાત રાજ્યનુ સૌ પ્રથમ અને સૌથી મોટુ વેજીટેબલ સેન્ટર છે...

  • Share this:
સાબરકાંઠાનુ વદરાડ વેજીટેબલ એક્ષેલન્સ સેન્ટર કે જે ઈઝરાયલના કોલોબ્રેશનથી ચાલે છે અને ખેડુતો માટે નવીન પ્રકારની પધ્ધતિથી ખેતી કરવાનુ અને ઓછા ખર્ચમાં વધુ ઉત્પાદન મળે તે પ્રકારે આ સેન્ટર કામ કરે છે તો આ સેન્ટરની મુલાકાતે ભારત અને ઈઝરાયલના વડા પ્રધાન આવનાર છે તે માટે બાયાગત વિભાગ કામે લાગી ગયુ છે.

ગુજરાત રાજ્યનુ સૌ પ્રથમ અને સૌથી મોટુ વેજીટેબલ સેન્ટર છે આમ તો ભારતમાં 29 રક્ષિત ખેતીના સેન્ટર છે પરંતુ મોટામાં મોટુ સેન્ટર હોય તો એ છે સાબરકાંઠાના વદરાડમાં. આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે શાકભાજી હોય કે ફ્રુટ હોય તમામ પ્રકારની ખેતી આ વદરાડના એક્ષેલેન્સ સેન્ટરમાં થાય છે. ખાસ કરીને ખેડુતો માટેનુ આ સેન્ટર છે અને અહીં તમામ ખેડુતોને તાલીમ પણ આપવામાં આવે છે જેને લઈને ખેડુતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે. વદરાડ ખાતે નેટ હાઉસ, ગ્રીન હાઈસ, અને પ્લગ નર્સરી પણ છે જેનામાં અલગ અલગ પ્રકારની ખેતી કરાય છે. તો આ સેન્ટરમાં ઈઝરાયલના વૈજ્ઞાનિકો દ્રારા અહીં આવીને તાલીમ પણ અપાય છે જેનાથી ખેડુતોને પણ ફાયદો થાય છે અને ખેડુતો સારી રીતે ખેતી કરી શકે છે.

ગુજરાતના તમામ ખેડુતોને અહીં એક દિવસીય તાલીમ અપાય છે અને આ તાલીમમાં ખેડુતોને ઓછા ખર્ચે રક્ષિત ખેતી કરવાનુ શીખવાડવામાં આવે છે જેને લઈને ખેડુતો અહિથી તાલીમ લઈને પોતાના તાલુકા કે ગામમાં જઈને આ પ્રકારની ખેતી કરી શકે. અહીં આપેલ એક દિવસીય તાલીમ પ્લગ નર્સરી અને રક્ષિત ખેતિ વિશે જીલ્લા બાગાયત અઘિકારી અને પ્રોગ્રામ ઓફિસર દ્રારા માહિતગાર કરાય છે. આમ તો અહીં દર ત્રણ માસે ઈઝરાયલના વૈજ્ઞાનિકો દ્રારા પણ અહિ તાલીમ અપાય છે અને અહિના વાતાવરણને અનુરૂપ સજેશન આપે છે. તો આ સેન્ટરની મુલાકાત લઈને અહિના ખેડુતો પણ ફાયદો થાય છે અને આ સેન્ટરની મુલાકાત લીધા બાદ તેઓ પણ પોતાના ખેતરમાં અહીંની અધતન ટેકનોલોજી પ્રમાણે ખેતી કરીને વધુ ઉત્પાદન મેળવે છે.

આમ તો આ સેન્ટરમાં ખેડુતો બીજ આપી જાય છે અને એ બીજને વદરાડ સેન્ટરમાં ધરૂ તૈયાર કરવામાં આવે છે અને ત્યારબાદ ખેડુત 1 રૂપિયાના ખર્ચે અહીંથી ધરૂ લઈ જાય છે અને પોતાના ખેતરમાં ધરુ નાખે છે જેને લઈને ખેડુતોને વધુ ઉત્પાદન મળે છે. આમ તો આ સેન્ટરની મુલાકાત મોટી સંખ્યામાં ખેડુતોએ લીધેલ છે એ પણ ગુજરાત અને અન્ય રાજ્યના ખેડુતો પણ મુલાકાતે આવે છે તો આવનાર 17 જાન્યુઆરીએ અહીં ભારત અને ઈઝરાયલના વડાપ્રધાન અહીંયા મુલાકાતે આવનાર છે અને અહીંથી ભુજના કુકમામાં ખારેકના સેન્ટરનુ રીમોર્ટ કંટ્રોલથી ઓપનીંગ કરવામાં આવશે.

આમ તો સરકાર દ્રારા આ સેન્ટર બનાવીને ખેડુતોને ફાયદો કરી આપ્યો છે કારણ કે અહીં વિવિધ પ્રકારની અધ્ધતન ટેકનોલોજી અને રક્ષિત ખેતી કરાવવામાં આવે છે તો હવે ભુજ ખાતે પણ આ જ પ્રકારનુ એક સેન્ટર બંને દેશના વડાપ્રધાનના હસ્તે ઉભુ કરાશે અને વદરાડ ખાતેથી રીમોર્ટ દ્રારા સેન્ટર ખુલ્લુ મુકાશે.

સ્ટોરી - ઈશાન પરમાર
Published by: kiran mehta
First published: January 15, 2018, 11:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading