ઢૂંઢર દુષ્કર્મ: 14 માસની બાળકી પર બળાત્કાર કરનારને મળી 20 વર્ષની સજા

News18 Gujarati
Updated: March 1, 2019, 8:36 AM IST
ઢૂંઢર દુષ્કર્મ: 14 માસની બાળકી પર બળાત્કાર કરનારને મળી 20 વર્ષની સજા
પ્રતિકાત્મક તસવીર

આઇપીસી 363, 447, 376 (એ,બી) પોક્સો અંતર્ગત તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજાનો હૂકમ કયો છે.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: હિંમતનગર તાલુકામાં પાંચ મહિના પહેલા 14 માસની બાળકી સાથે દૂષ્કર્મ આચરવાના અપરાધમાં સ્પેશ્યલ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલતા પ્રિન્સિપાલ ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજ અને ફાસ્ટ ટ્રેક કોર્ટના ડીસ્ટ્રીક્ટ સેશન્સ જજે આરોપીને 20 વર્ષની સજા કરી છે. જો તેને હાઇકોર્ટમાં અપીલ કરવી હોય તો 60 દિવસની મુદત આપી છે. જજે કપડા પરથી મળી આવેલ લોહી અને બાળકીના કપડા પરથી મળી આવેલા જરૂરી પૂરાવા એફએસએલ રીપોર્ટ, સાક્ષીઓ, મેડીકલ એવીડન્સ વગેરેને નજર સમક્ષ રાખી તા. 28/02/19 ના રોજ એટલે બુધવારે આઇપીસી 363, 447, 376 (એ,બી) પોક્સો અંતર્ગત તકસીરવાન ઠરાવી 20 વર્ષની સખત કેદની સજાનો હૂકમ કયો છે.

પરપ્રાંતીયો પર હુમલા થયા હતા

28-09-2018ના રોજ હિંમતનગર તાલુકાના ઢુંઢર ગામની સીમમાં રહેતા એક પરિવારની 14 મહિનાની બાળકી પર પરપ્રાંતીય રવીન્દ્ર ગાંડે સોલિઆ લાલે (મૂળ રહે. બિહાર) દુષ્કર્મ આચર્યુ હતું. આરોપી નજીકની એક સિરામિકની ફેક્ટરીમાં કામ કરતો હતો. આ ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકોએ તે ફેક્ટરીમાં તોડફોડ અને આગચંપી કરી હતી. આ ઘટનાના પગલે રાજ્યભરમાં પરપ્રાંતીયો પર હુમલા શરૂ થયા હતા.

આ પણ વાંચો: EXCLUSIVE: નિર્ભયાની મા ને આજે પણ છે એ વાતનું દર્દ...

હિંમતનગર પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરતા કેસ જલદી ચાલે તે માટે રાજ્ય સરકારે અલગ ફાસ્ટટ્રેક કોર્ટની રચના કરી હતી. જજ તરીકે કે.બી. ગુજરાથીની નિમણૂક કરી હતી. 98 પાનાંની ચાર્જશીટ કોર્ટ સમક્ષ રજૂ કરાઇ હતી અને 17 મુજબમાં કેસની સુનાવણી હાથ ધરાઇ હતી. ઉપરાંત આરોપી અને બચાવપક્ષના વકીલોની નિમણૂક પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. કોર્ટે દુષ્કર્મ અને પોક્સોના કાયદાની જોગવાઇઓના આધારે આરોપીને 20 વર્ષની સજા ફરમાવી છે.
First published: March 1, 2019, 8:32 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading