અવાર-નવાર ઝઘડાથી કંટાળી પતિએ જ ઘડ્યો હતો પત્નીના મોતનો પ્લાન

જૂહી સોનીની અડધી બળેલી બોડી મળી આવી હતી

06 જાન્યુઆરીએ બીડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરત સોનીની પત્ની જૂહી ગૂમ થઈ હોવા અંગે ફરિયાદ કરવા આવી હતી.

 • Share this:
  આ સુંદર ચહેરો જોઈને તમને લાગશે જ નહીં કે આ યુવતીની હત્યા થઈ હશે. પરંતુ આ સુંદર યુવતીની થોડા દિવસ અગાઉ હિંમતનગરના સરવણામાંથી ક્ષત વિક્ષત હાલતમાં લાશ મળી આવી હતી. લાશ એટલી વિકૃત હતી કે પોલીસને આ લાશની ઓળખ પણ થઈ ન હતી. દરમિયાન 06 જાન્યુઆરીએ બીડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભરત સોનીની પત્ની જૂહી ગૂમ થઈ હોવા અંગે ફરિયાદ કરવા આવી હતી. ગૂમ થનાર જૂહીનો ફોટો અને સરવણાથી અર્ધ બળેલી અવસ્થામાં મળી આવેલ લાશનો ફોટો મેચ કરતા પોલીસને શંકા ગઇ હતી.

  હિંમતનગરના સરવણા ગામમાં અર્ધ બળેલી હાલતમાં યુવતીની લાશ મળી આવી હતી. ચકચારી પ્રકરણમાં નણદોઇએ હથોડીના ઘા ઝીંકી યુવતીને મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં તેના પતિએ તેને પેટ્રોલ છાંટી સળગાવી દીધી હોવાનું ખૂલતાં પોલીસે પતિની અટકાયત કરી ફરાર નણદોઇને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

  જૂહીની હત્યા બાદ તેની લાશને પેટ્રોલ છાંટી પતિએ જ સળગાવી દીધી હતી


  પોલીસે લાશની ઓળખ કરીને જૂહીના પતિ પર શંકા જતા પતિની પૂછપરછ હાથ ધરી હતી. પતિ-પત્ની વચ્ચે અવાર-નવાર ઝઘડો થતો હતો જેને લઈને ભરતના બનેવી હંસરાજે જૂહીને સમજાવવા છતાં તે ન માનતા અંતે હત્યાનો નિર્ણય લેવાયો હતો. ગત 3 જાન્યુઆરીએ રાત્રે સાડા દસેક વાગ્યે જૂહીને હંસરાજની સફારી ગાડીમાં બેસાડી લઇ ગયા હતા અને અલગ-અલગ જગ્યાએ ફર્યા બાદ રાત્રે એક વાગ્યાના સુમારે સરવણા નજીક જૂહી લઘુશંકા કરવા ઉતરતા હંસરાજે ગાડીમાંથી હથોડી લઇ તેના માથામાં ત્રણ-ચાર ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી. જૂહીના પતિ ભરતે ગાડીમાંથી પેટ્રોલની બોટલ કાઢીને લાશને સળગાવી દીધી હતી.

  પોલીસે જૂહીના પતિની પૂછપરછ કરતા તેણે હત્યા કર્યાનું કબૂલી લીધું હતું


  બાદમાં ભરત સોની અને હંસરાજ હિંમતનગર આવ્યા હતા અને હાથમતી નદીના ભોલેશ્વર બેઠા પૂલની નજીક હથોડી ફેંકી દીધી હતી. પોલીસે આરોપી પતીની અટકાયત બાદ આરોપીએ પોલીસ સમક્ષ તમામ હકીકત જણાવી હતી અને ઘરકંસાસને લઈ હત્યા કરાઈ હોય તેવુ પણ આરોપીઓ કબૂલ કર્યું હતું.

  સ્ટોરીઃ ઈશાન પરમાર, સાબરકાંઠા
  Published by:Vinod Zankhaliya
  First published: