સાબરકાંઠા : યુવકે ગળે તીક્ષ્ણ હથિયાર મારી સેલ્ફી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો

News18 Gujarati
Updated: December 7, 2019, 7:48 AM IST
સાબરકાંઠા : યુવકે ગળે તીક્ષ્ણ હથિયાર મારી સેલ્ફી લઇને આપઘાતનો પ્રયાસ કર્યો
આપઘાત કરતાં યુવકે સેલ્ફી લીધી હતી

હિંમતનગર શાકમાર્કેટ પાસેનાં ઓવર બ્રીજ પરથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
સાબરકાંઠા : હિંમતનગર શાકમાર્કેટ પાસેનાં ઓવર બ્રીજ પરથી યુવકે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં હાલ તેની હાલત ગંભીર છે. આ યુવકે ઓવરબ્રિજ પરથી આ પડતું મુકતા સેલ્ફી લીધી હતી. સ્થાનિક લોકોએ આ યુવકને હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેને અમદાવાદની સિવિલ હૉસ્પટલમાં ખસેડવામાં આવ્યો છે. આ યુવકે એન્જિનિયરિંગની પરીક્ષાને કારણે તણાવમાં હતો.

આ મામલે મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠાનાં હિંમતનગરમાં તીક્ષ્ણ હથિયાર વડે યુવકે પોતાનું ગળું કાપીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ યુવકે ઓવરબ્રિજ પરથી પડતું મુક્યાંની સેલ્ફી પણ લીધી હતી. જે બાદ આ યુવકને આસપાસના લોકોએ 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. હાલ આ યુવકની હાલત ગંભીર છે. જેને ધ્યાનમાં રાખી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યો છે. આ ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો : મહેસાણા : એકતરફી પ્રેમમાં પાગલ યુવાને શાળાએ જતી કિશોરીને ઉઠાવી પાર્કમાં દુષ્કર્મ આચર્યુ

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, આ યુવક પરીક્ષાનાં ડિપ્રેશનમાં હતો અને તેને કારણે આવું અંતિમ પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો : અમદાવાદઃ મૃત સમજેલી માતા જીવીત નીકળી, 10 વર્ષે પુત્ર સાથે થયું મિલન

થોડા મહિના પહેલા બકરી ચોરવાનો દંડ ન ભરી શકતા યુવકે અંતિમ પગલું ભર્યુંથોડા સમય પહેલા સાબરકાંઠામાં માત્ર રૂ.3 હજારનો દંડ ન ભરી શકતા યુવકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી હતી. પ્રાંતિજમાં બકરી ચોરીની શંકાએ 2 શખ્સોને માર મારવામાં આવ્યો હતો. ત્યારે રૂ.3-3 હજાર વસૂલવાનું નક્કી કરી બન્નેને છોડી દેવાયા હતા. પરંતુ દંડની રકમ ન આપી શકવાના ડરથી યુવકે આપાઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ 2 જૂનના દિવસે 15 જેટલા શખ્સોએ એક બકરી મારી નાખવાના આરોપસર બે યુવકોને ઝાડ સાથે બાંધીને ઢોર માર માર્યો હતો. જ્યારે છેલ્લે સમાધાન પેટે રૂ.3-3 હજાર લેવાનું નક્કી કર્યું હતું.

આ વીડિયો પણ જુઓ : 
First published: December 7, 2019, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading