હિંમતનગરમાં પત્ની અને સાસરિયાનાં ત્રાસથી પતિનો આપઘાત

News18 Gujarati
Updated: December 3, 2019, 11:28 AM IST
હિંમતનગરમાં પત્ની અને સાસરિયાનાં ત્રાસથી પતિનો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

પતિએ સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, 'હું ઘરેલું હિંસાથી ત્રાસી ગયો છું મારી સાસરીવાળા મને કમાવવા નથી દેતી કે શાંતિથી જીવવા પણ નથી દેતા.'

  • Share this:
સાબરકાંઠા : હિંમતનગર તાલુકાનાં ખેડાવાડામાં પત્ની અને સાસરીપક્ષનાં ત્રાસને કારણે 38 વર્ષનાં પતિએ ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો છે. સ્યુસાઇડ નોટમાં પત્ની, સાસુ, સસરા ઘણો જ માર મારતા અને તેને મારવા માટે માણસો મોકલ્યાની પણ શંકા વ્યક્ત કરી હતી. તેણે વધુમાં લખ્યું છે કે, હું ઘરેલું હિંસાથી ત્રાસી ગયો છું મારી સાસરીવાળા મને કમાવવા નથી દેતો કે શાંતિથી જીવવા પણ નથી દેતા. જે બાદ પોલીસે 7 લોકો સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે હિંમતમગર તાલુકાનાં ખેડાવાડા ગામનાં સુરેશભાઇ કાનાભાઇનાં લગ્ન સાત વર્ષ પહેલા નરેશભાઇ જેઠાભાઇ પરમારની દીકરી રેણુકાબેન સાથે થયા હતાં. મૃતકનાં પરિવારે જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલા રેણુકા ગર્ભવતી હતી ત્યારે તેણે તેના માતાપિતાની સાથે સુરેશને માનસિક અને શારીરિક ત્રાસ આપવાનું શરૂં કર્યું હતું. દીકરાનાં જન્મ બાદ જ્યારે સાસરે આવી ત્યારે પતિ અને તેના માતાપિતાને પોલીસની ધમકી આપીને ફોન જોડીને પરેશાન કરતી હતી.

આ પણ વાંચો : અમદાવાદ DPS East મામલો : વાલીઓમાં રોષ, 'ન્યાય નહીં મળે તો તમામ શાળા બંધ કરાવીશું'

દસ દિવસ પહેલા સુરેશભાઇનો પત્ની સાથે કામ કરવા બાબતે ઝઘડો થયો હતો. જે બાદ પત્ની ઇડર જતા રહ્યાં હતાં. જે બાદ પત્નીનો ભાઇ પણ ફોન કરીને ત્રાસ આપતો હતો. આ બધું સહન ન થતાં સુરેશભાઇએ દિવાલમાં માથુ અથાડીને મરવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ તેમને હૉસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. ત્રણ દિવસ પછી તેમને ઘરે લાવ્યાં બાદ તેમણે 30મી તારીખે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. આ મામલામાં રૂરલ પોલીસે 7 લોકો સામે દુષ્પ્રેરણા કરવા અંતર્ગત ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગાઝિયાબાદમાં બે બાળકોની હત્યા કરી પતિ અને બે પત્નીએ આઠમા માળેથી ઝંપલાવ્યું
First published: December 3, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading