એક સ્કૂલ આવી પણઃ AC ક્લાસરૂમ, હાઈટેક શિક્ષણ, ફી નિર્ધારિત રકમથી ઓછી!

News18 Gujarati
Updated: January 13, 2018, 9:27 AM IST
એક સ્કૂલ આવી પણઃ AC ક્લાસરૂમ, હાઈટેક શિક્ષણ, ફી નિર્ધારિત રકમથી ઓછી!
સ્કૂલના ડિજિટલ શિક્ષણ આપવામાં આવી રહ્યું છે

બરકાંઠા જીલ્લામાં એક એવી સંસ્થા પણ છે જે એ.સી ક્લાસ રૂમોમાં ડિજિટલ શિક્ષણ આપી રહી છે. +

  • Share this:
સાંબરકાંઠાઃ ખાનગી શાળાના સંચાલકોએ હવે શિક્ષણ વિભાગ સામે ફી મુદ્દે બાંયો ચડાવી છે. સંચાલકોએ ફી વધારા માટે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે ત્યારે બીજી તરફ સાબરકાંઠા જીલ્લામાં એક એવી સંસ્થા પણ છે જે એ.સી ક્લાસ રૂમોમાં ડિજિટલ શિક્ષણ આપી રહી છે. છતાં આ સંસ્થાની ફી શિક્ષણ વિભાગે નિયત કરેલી ફી કરતા ઓછી છે.

નફાખોરી કરીને છાકટા બની ગયેલા ખાનગી શાળાઓના સંચાલકો હવે શિક્ષણ વિભાગને પણ ગાંઠતા નથી. હાઈકોર્ટે ફી બાબતે જે ચુકાદો આપ્યો તેના વિરુદ્ધમાં હવે સુપ્રીમ કોર્ટમાં જવા તૈયારી કરી રહ્યા છે ત્યારે આની સામે હિમતનગરમાં આવેલી રૂમી ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ આવા સંચાલકો માટે બોધપાઠ લેવા જેવું કામ કરી રહી છે. આ ખાનગી શાળામાં હિંદુ અને મુસ્લિમ બાળકો એસીવાળા ક્લાસરૂમમાં હાઈટેક ડિજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે. એ પણ શિક્ષણ માટેની ફી શિક્ષણ વિભાગે જાહેર કરેલી ફી કરતા પણ ઓછી લઈને!

છેલ્લા 5 વર્ષથી આ ઈંગ્લિશ મિડિયમ સ્કૂલ નોમિનલ ફી લઈને વિદ્યાર્થીઓને શિક્ષણ આપી રહી છે. સ્કૂલના વાર્ષિક ફીના માળખા સામે નજર કરીએ. આ ફીમાં ટ્યુશન ફી, ઝીરો ક્લાસ ફી સહિતની ફીનો સમાવેશ થાય છે. એમાં પણ જો કોઈ સ્ટુડન્ટના પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ હોય તો ફી માફી પણ આપી દેવાય છે.

ધોરણ 1 થી 5: રૂ. 9,760
ધોરણ 6 થી 8: રૂ. 10,960
ધોરણ 9: રૂ. 15,400ધોરણ 10: રૂ. 25,000

આ શાળાનો ઉદ્દેશ્ય નફો મેળવવાનો નથી પરંતુ સ્કૂલનું નામ રોશન એવો છે. એટલે જ છેલ્લા પાંચ વર્ષથી બોર્ડની પરીક્ષામાં 1 થી 10 નંબરમાં આ સંસ્થાના વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય છે.

ઇશાન પરમાર, સાબરકાંઠા
First published: January 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading