દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ હાર પહેરાવી હાર્દિક પટેલનું કર્યું સ્વાગત, કહ્યું-સમાજ સિવાય અન્ય મુદ્દે સાથે લડત આપીશું

Haresh Suthar | News18 Gujarati
Updated: January 17, 2017, 5:25 PM IST
દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ હાર પહેરાવી હાર્દિક પટેલનું કર્યું સ્વાગત, કહ્યું-સમાજ સિવાય અન્ય મુદ્દે સાથે લડત આપીશું
છ મહિનાના વનવાસ બાદ હાર્દિક પટેલનું આજે ગુજરાતમાં આગમન થતાં પાટીદાર સમાજ ફરી એકવાર જોમમાં આવ્યો છે. હાર્દિક પટેલને આવકારવા માટે પાટીદાર સમાજ મોટી સંખ્યામાં બોર્ડર રતનપુર ખાતે આવી પહોંચ્યો હતો. તો દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ હાજરી આપી હતી. હાર્દિક પટેલનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, સમાજ સિવાયના તમામ મુદ્દે એક સાથે લડત આપીશું.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 17, 2017, 5:25 PM IST
રતનપુર #છ મહિનાના વનવાસ બાદ હાર્દિક પટેલનું આજે ગુજરાતમાં આગમન થતાં પાટીદાર સમાજ ફરી એકવાર જોમમાં આવ્યો છે. હાર્દિક પટેલને આવકારવા માટે પાટીદાર સમાજ મોટી સંખ્યામાં બોર્ડર રતનપુર ખાતે આવી પહોંચ્યો હતો. તો દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ હાજરી આપી હતી. હાર્દિક પટેલનું હાર પહેરાવી સ્વાગત કર્યું હતું અને કહ્યું હતું કે, સમાજ સિવાયના તમામ મુદ્દે એક સાથે લડત આપીશું.

હાર્દિકના આગમનને લઇને આજ સવારથી જ ભારે જોરશોરથી તૈયારીઓ શરૂ થઇ હતી. પાટીદાર સમાજના યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. હાર્દિક હજુ ઉદેપુરથી નીકળ્યો પણ ન હતો ત્યાં પાટીદારો રતનપુર ખાતે સ્વાગત માટે એકઠા થવા શરૂ થઇ ગયા હતા.

હાર્દિક પટેલ કાફલા સાથે રતનપુર આવી પહોંચતાં જય સરદાર જય પાટીદારના નારા સાથે હાર્દિક પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું. યુવાનો અને વડીલો દ્વારા હાર્દિકને આવકારાયો હતો. આ ક્ષણે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ પણ હાજરી આપી હતી.

 
First published: January 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर