દમનનો બદલો,ચુંટણીમાં મુળીયા કાઢી નાખોઃપાટીદાર સુદર્શન સભામાં હાર્દિકનો હુંકાર

VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 2:19 PM IST
દમનનો બદલો,ચુંટણીમાં મુળીયા કાઢી નાખોઃપાટીદાર સુદર્શન સભામાં હાર્દિકનો હુંકાર
હિંમતનગરના હડિયોલ ગામે શનિવારે સાંજે પાટીદાર સુદર્શન સભા યોજાઈ હતી. જેમાં પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થીર રહી સભાને સંબોધતા પાટીદારો પર અત્યાચાર અને દમન કરનારાના આગામી ચુંટણીમાં મુળીયા કાઢી નાખવા હુંકાર કર્યો હતો.
VINOD LEUVA | News18 Gujarati
Updated: May 28, 2017, 2:19 PM IST
હિંમતનગરના હડિયોલ ગામે શનિવારે  સાંજે પાટીદાર સુદર્શન સભા યોજાઈ હતી. જેમાં પાટીદાર આંદોલનના કન્વીનર હાર્દિક પટેલ ઉપસ્થીર રહી સભાને સંબોધતા પાટીદારો પર અત્યાચાર અને દમન કરનારાના આગામી ચુંટણીમાં મુળીયા કાઢી નાખવા હુંકાર કર્યો હતો.

પાટીદાર અનામત આંદોલન સમીતી દ્રારા સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના હડિયોલ ગામે પાટીદાર સુદર્શન સભાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આમ તો પોલીટીકલ માં હિંમતનગરનુ એપી સેન્ટર ગણાતુ અને શિક્ષકોની નગરી એવા હડિયોલ ગામમાં સુદર્શન સભા યોજાઈ હતી. જેમાં હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

મને પોલીટીકલ નહી ફક્ત સમાજનો જ સપોર્ટ છેઃહાર્દિક પટેલસુરતમાં આપેલ નિવેદન પર હાર્દિકે પ્રતિક્રિયા આપી હતી કે જો અમે ખરેખર કોંગ્રેસ સાથે હોત તો આવી હજ્જારોની સંખ્યામાં સભાઓ દરરોજ કરતા અમને કોઈ પોલીટીકલ સપોર્ટ નથી. ફક્તને ફક્ત સમાજનો સપોર્ટ છે અને આ સમાજના હિત માટેનુ અનામત આંદોલન ચાલી રહ્યુ છે.આમ તો અનામત દરેકની જરુરિયાત બની ગઈ છે અટેલે અનામતની જરુર છે.આ સમાજના હિત માટેનુ અનામત આંદોલન ચાલી રહ્યુ છે


હાર્દિકે હડિયોલ ગામમાં લોકોને સંબોધીત કરતા જણાવ્યુ હતુ કે જો સરકાર કહેતી હોય કે અમારે પાટીદારો સાથે લડવુ છે તો અમે ગમે તે રીતે લડવા તૈયાર છીએ.તો હુ માનુ છુ કે ખેડુત 60 વર્ષનો થાય તો તેને પણ પેન્સન મળવુ જોઈએ.તો વધુમાં મુળિયા ઉખાડવાની વાત કરતા હાર્દિક પટેલે જણાવ્યુ હતુ કે  જ્યારે તમે બુથ લાઈન પર વોટ આપવા જતા હોય અને ભુલથી પહેલી સ્વીચ પણ વોટ જતો હોય ત્યારે વિચારજો કે મારા સમાજ પર આ લોકોએ અત્યાચાર કર્યો છે. વિચાર જો અને જો ના વિચારવાના હોય અને તમારી ઈચ્છા પડે ત્યા વોટ આપવાના હોય તો ડીએનએ કે પટલાણીના પેટનુ દુધ નિકળતુ હોય તો એ જગ્યાએ વોટ આપજો. મુળિયા ઉખાડવાના છે એટલે તમારાથી થાયએ તમે કરી લેજો અમારાથી થાય એ અમે કરી લેશુ.

 
First published: May 28, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर