હાર્દિક પટેલની રતનપુર બોર્ડરથી ગુજરાતમાં એન્ટ્રી, ગૂંજ્યા સરદાર પાટીદારના નાદ

Haresh Suthar | Pradesh18
Updated: January 17, 2017, 12:48 PM IST
હાર્દિક પટેલની રતનપુર બોર્ડરથી ગુજરાતમાં એન્ટ્રી, ગૂંજ્યા સરદાર પાટીદારના નાદ
છેલ્લા કેટલાક સમયથી જેની રાહ જોવાતી હતી એ ઘડી છેવટે આવી રહી છે. છ મહિના રાજસ્થાનમાં વીતાવ્યા બાદ હાર્દિક પટેલે આજે રતનપુર બોર્ડરથી ગુજરાતમાં એન્ટ્રી કરી છે. આ સાથે જ જય સરદાર પાટીદારના નાદથી માહોલ ગૂંજી ઉઠ્યો છે.
Haresh Suthar | Pradesh18
Updated: January 17, 2017, 12:48 PM IST
અમદાવાદ #છેલ્લા કેટલાક સમયથી જેની રાહ જોવાતી હતી એ ઘડી છેવટે આવી રહી છે. છ મહિના રાજસ્થાનમાં વીતાવ્યા બાદ હાર્દિક પટેલે આજે રતનપુર બોર્ડરથી ગુજરાતમાં એન્ટ્રી કરી છે. આ સાથે જ જય સરદાર પાટીદારના નાદથી માહોલ ગૂંજી ઉઠ્યો છે.

છ મહિનાના વનવાસ બાદ ગુજરાત આવી પહોંચતાં જ હાર્દિક પટેલે આગમનનો આનંદ વ્યક્ત કર્યો હતો. હાર્દિકે કહ્યું કે, હું આ ધરતીને નમન કરૂ છું અને આંદોલન માટે તૈયાર છીએ.

હાર્દિક પટેલની આગમનને લઇને પોલીસ પણ સતર્ક બની છે. પોલીસનો કાફલો બોર્ડર પર ઉતારી દેવાયો છે. સવારે ઉદેપુરથી હાર્દિકનો કાફલો રવાના થયો હતો. રતનપુર ખાતે હાર્દિકને આવકારવા માટે મોટી સંખ્યામાં પાટીદાર યુવાઓ એકત્ર થયા છે. પિતા ભરત પટેલ પણ આવી પહોચ્યા છે.

રતનપુર ખાતે પાટીદાર યુવાઓ, વડીલો દ્વારા હાર્દિક પટેલનું ઉમળકાભેર સ્વાગત કરાશે. ત્યારબાદ હાર્દિક પટેલનો કાફલો હિંમતનગર આવશે. અહીં હાર્દિક પટેલ એક જાહેર સભાને સંબોધવાનો છે. હાર્દિક પટેલની સભાને લઇને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

હાર્દિક પટેલના આગમનને લઇને એના પરિવારજનો પણ મળવા માટે ઉત્સુક બન્યા છે. હાર્દિક માટે ઘરે તૈયારીઓ કરી દેવાઇ છે. માતા અને બહેને આ અંગે ખુશી વ્યક્ત કરી હતી. સમાજ માટે હાર્દિક પટેલે જે કંઇ પણ કરી રહ્યો એ કાર્યથી એમણે સંતોષ વ્યક્ત કર્યો હતો.
First published: January 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर