ગુજરાતનાં આ શહેરમાં વધતા કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા આજથી છ દિવસનું લૉકડાઉન

રાજકોટ શહેરમાં આગામી 5મી મે સુધી આવશ્યક ચીજવસ્તુઓની દુકાન અને ધંધા રોજગાર ચાલુ રાખવા તેમજ બાકીના તમામ વેપાર ધંધા મોલ-મલ્ટિપ્લેક્સ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે બાબત નું જાહેરનામું રાજકોટ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.

કોરોના મહામારી અટકાવવા સોમવારથી શનિવાર સુધી સંપૂર્ણ બજાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

 • Share this:
  રાજ્યમા કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે ઇડરમાં તમામ એસોસિએશન દ્વારા બેઠક કરી બજાર સોમવારથી શનિવાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. કોરોના બેકાબૂ બનતાં કાપડ એસો., વાસણ એસો., કાપડ મહાજન, સોની એસો., નોવેલ્ટી એસો.ઓટો પાર્ટસ એસો., સીડ્સ એસોસિએશન, બૂટ ચંપલ એસોસિએશન સહિતના વેપારીઓએ શનિવારે બેઠક કરી કોરોના મહામારી અટકાવવા સોમવારથી શનિવાર સુધી સંપૂર્ણ બજાર બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

  કોરોનાનું સંક્રમણ અટકાવવા ઈડરનું બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સમગ્ર ઈડરમાં રીક્ષામાં માઈક સાથે બજાર બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી.

  નોંઝનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં રવિવારે વધુ 8 પોઝેટીવ કેસ નોંધાયા હતા જેમાં હિંમતનગરમાં 4, ઇડર, તલોદ, ખેડબ્રહ્મા અને વડાલીમાં એક - એક પોઝિટિવ કેસ નોંધાયા હતા. હિંમતનગર વૈભવ સોસાયટીમાં 25 વર્ષીય પુરુષ, દર્શન સોસાયટીમાં 40 વર્ષીય પુરુષ, છાપરિયા વિસ્તારમાં 61 વર્ષીય મહિલા, શ્રેયસ સોસાયટીમાં 61 વર્ષીય પુરુષ, ઇડર શહેરમાં 54 વર્ષીય મહિલા, તલોદમાં શ્રીજી કોલોનીમા 50 વર્ષીય પુરુષ, ખેડબ્રહ્મા મટોડામાં 75 વર્ષીય પુરુષ, વડાલીના ઊગેશ્વર વિસ્તારમાં 29 વર્ષીય પુરુષનો કોવીડ - 19 નો રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.

  આ પણ જુઓ -   જીલ્લામાં પ્રથમ ખેડબ્રહ્મા , વડાલી , વિજયનગર શેહર એક સપ્તાહ સુધી સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો બાદ માં ગ્રામ્ય પંથકમાં પણ કોરોના સંક્રમણ વધવાને લઇ ગ્રામજનોએ જાગૃતતા દર્શાવી ગામને સાત દિવસ માટે સવ્ય્ભું બંધ રાખ્યું હતું. હિંમતનગર તાલુકાનું હાથરોલ ગામમાં કોરોના સંક્રમણ વધવાને લઇ ગામના આગેવાનો સરપંચ અને પંચાયતના સભ્યોએ ભેગા મળી કોરોના સંક્રમણને વધતું અટકાવવા માટે ગામમાં સાત દિવસનો સ્વયભું બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

  આ પણ વાંચો - સુરેન્દ્રનગર સિવિલમાંથી કોરોનાની સારવાર લઇ રહેલા બે કેદીઓ ફરાર, CCTVમાં ઝડપાયા
  Published by:Kaushal Pancholi
  First published: