વનવાસ બાદ હાર્દિક પટેલનો હિંમતનગરમાં હૂંકાર, કહ્યુ-બધી રીતે લડવા તૈયાર છું

Haresh Suthar | News18 Gujarati
Updated: January 17, 2017, 5:18 PM IST
વનવાસ બાદ હાર્દિક પટેલનો હિંમતનગરમાં હૂંકાર, કહ્યુ-બધી રીતે લડવા તૈયાર છું
હાર્દિક પટેલના ગુજરાત આગમનને લઇને પાટીદાર અનામત આંદોલનનો પાર્ટ-3નો નવો અધ્યાય શરૂ થયો છે. છ મહિનાના વનવાસ બાદ હાર્દિક પટેલ આજે વતન પરત ફર્યો છે. રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ હાર્દિક પટેલે આજે હિંમતનગરમાં જાહેર સભામાં હાજરી આપી હતી.
Haresh Suthar | News18 Gujarati
Updated: January 17, 2017, 5:18 PM IST
હિંમતનગર #હાર્દિક પટેલના ગુજરાત આગમનને લઇને પાટીદાર અનામત આંદોલનનો પાર્ટ-3નો નવો અધ્યાય શરૂ થયો છે. છ મહિનાના વનવાસ બાદ હાર્દિક પટેલ આજે વતન પરત ફર્યો છે. રતનપુર બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશ્યા બાદ હાર્દિક પટેલે આજે  હિંમતનગરમાં જાહેર સભામાં હાજરી આપી હતી. બપોરે અઢી વાગે થનારી સભા બે કલાક મોડી શરૂ થઇ છે.

જય સરદાર જય પાટીદારનો નારો લગાવતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, જે સમાજને કંઇક મળે, ખેડૂતને કાંઇક મળે એ માટે અહીં આવેલા ખેડૂતો, યુવાનો વીર સરદારના સંતાનોને નમન કરૂ છું. આ લડાઇ સમાજના હિત માટેની લડાઇ છે. આ એ પ્રકારની લડાઇ લડી રહ્યા છે કે ગુજરાતની અંદર 1 કરોડ 20 લાખ પાટીદારોને આઝાદ ભારતમાં પહેલીવાર કંઇક માંગ્યું છે અને એ માંગવા પર યુવાનોને શહીદ કર્યા, એ યુવાનોને શહીદ કર્યા કે જેઓ કંઇક માંગવા આવ્યા હતા.

અનામતના કારણે કોઇને પ્રવેશ નહીં મળે કે નોકરી નહીં મળે તો અમારો વિરોધ છે. અનામત તો લેવાની જ છે. નહીં આપો તો છિનવીને લેશું. આ લડાઇ એવા યુવાનો માટેની છે કે જેઓ ભણવા છતાં બેરોજગાર છે.

કોઇ વ્યક્તિ કે સમાજ સામે અમારો વિરોધ નથી. ભારતના બંધારણમાં આપેલી અનામત માંગી રહ્યા છીએ.

વડીલોને નમન કરીએ છીએ અને કહીએ છીએ કે જે સહયોગ આપ્યો હતો એનાથી વધુ આપજો કે જેથી જનરલ ડાયર સામે લડવાની તાકાત મળે, પરંતુ તમે ચિંતા ના કરતા, અમે એનો હિસાબ વ્યાજ સાથે લઇશું. બધી રીતે લડી લેવા તૈયાર છું.

આ ડર વ્યક્તિ વિશેષ નથી. સમાજના હિત માટે છે. હું હજુ પણ કહું છું વાદ વિવાદ હશે. પરંતુ જે પણ ભૂલ ચૂક હશે. હું કદાચ નહીં ગમતો હોવ, પરંતુ તમે જ કહો કે મે ક્યારેય ફંડના નામે તમારી પાસે રૂપિયા માંગ્યા?

પાટીદાર સમાજને અનામત માટે લડતના નિર્ધાર સાથે હાર્દિક પટેલનું ગુજરાત આગમન થયું છે. ઉદેપુરથી આજે સવારે મોટા કાફલા સાથે હાર્દિક પટેલ રતનપુર બોર્ડર ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં પાટીદાર યુવા નેતાઓ દ્વારા ઉત્સાહભેર હાર્દિક પટેલને વધાવી લેવાયો હતો.

રતનપુરથી વધુ પાટીદારો હાર્દિક પટેલના કાફલા સાથે જોડાયા હતા અને આ કાફલો હિંમતનગર ખાતે આવી પહોંચ્યો હતો. જ્યાં એક જાહેર સભામાં હાર્દિક પટેલે હાજરી આપી હતી. પાટીદારોને સંબોધતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, સમાજ માટે લડત આપતો રહીશ.

 
First published: January 17, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर