સાબરકાંઠામાં પણ મતદારોને ઈવીએમે પજવ્યા તે છતાં લોકો ઉત્સાહમાં

  • Share this:
આજે બીજા તબક્કાનું મતદાન થવાનું હોઈ સાબરકાંઠાના મતદારો વહેલી સવારથી જ મતદાન બૂથ પર પહોંચી ગયા છે. ઠંડીના ચમકારા વચ્ચે પણ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજના મતદાનમાં રાજકીય પક્ષોના 93 વિધાનસભાની બેઠકોના ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગેલું છે. સવારે 8 વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ ગઈ છે. ક્યાંક મતદાનની લાઈન લાગી છે, તો ક્યાંક સવારથી જ ઈવીએમમાં ખામીની સમસ્યાઓ ઉભી થઈ રહી છે. ગુજરાતમાં અનેક મતદાન બૂથ પરથી ઈવીએમમાં ખામીના સમાચારો સવારથી જ આવવાની શરૂઆત થઈ ગઈ છે.

સાબરકાંઠામાં પણ મતદારોને ઈવીએમે પજવ્યા તે છતાં લોક ઉત્સાહમાં

સાબરકાંઠા જીલ્લાનુ 12 વાગ્યા સુધીનુ સરેરાશ મતદાન 36.56 ટકા
સાબરકાંઠા જિલ્લામાં ખોટકાયેલ 44 ઈવીએમ બદલાયા
મોકપોલમાં ખામી સર્જાયેલ ઈવીએમ બદલાયા
શાંતિપૂર્ણ મતદાન
હિંમતનગરની જૈનાચાર્ય વિદ્યાલયમાં EVM ખોરવાયુ
મતદારોની લાંબી લાઈન લાગી
પ્રાંતિજ વિધાનસભાના ભાજપના ઉમેદવારે કર્યુ મતદાન
ગજેન્દ્રસિંહ પરમારે વક્તાપુરમાં કર્યુ મતદાન
સાબરકાંઠા સાંસદ દિપસિંહ રાઠોડે ભાગપુર કર્યું મતદાન
હિંમતનગર વિધાનસભાના ભાજપના ઉમેદવારે કર્યુ મતદાન
રાજેન્દ્રકુમાર ચાવડાએ પરિવાર સાથે મતદાન કર્યુ
ઈડરના માનગઢમા ઇ.વી.એમ બદલવામા આવ્યુ

1.30 વાગ્યા સુધીમાં ક્યાં કેટલું મતદાન

અરાવલી- 44%
ગાંધીનગર- 45%
આણંદ- 46%
ખેડા- 45%
મહિસાગર- 44%
પંચમહાલ- 45%
દાહોદ- 44%
બરોડા- 46%
છોટાઉદેપુર- 44%
અમદાવાદ- 46%
બનાસકાંઠા- 45%
પાટણ- 44%
મહેસાણા- 47%
સાબરકાંઠા- 45%
First published: