ગૌણ સેવા પસંદગી મંડળનું ભોપાળું : પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીને ગેરરીતિની નોટિસ ફટકારી

News18 Gujarati
Updated: December 10, 2019, 10:16 AM IST
ગૌણ સેવા પસંદગી મંડળનું ભોપાળું : પરીક્ષામાં ગેરહાજર વિદ્યાર્થીને ગેરરીતિની નોટિસ ફટકારી
અપૂર્વકુમાર પટેલ.

પરીક્ષા ન આપવા છતાં ગેરરીતિની નોટિસ મળતા કંડક્ટરની નોકરી કરતો યુવક પરેશાન. ખોટો વીડિયા વાયરલ થતાં જીવવું હરામ થઈ ગયાનો યુવકનો દાવો.

  • Share this:
અમદાવાદ : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તારીખ 17-11-2019ના રોજ લેવામાં આવેલી પરીક્ષામાં ગેરરીતિ થયાના અનેક બનાવો સામે આવ્યા છે. આ તમામ કેસની તપાસ માટે રાજ્ય સરકારે SITની રચના કરી છે. આ દરમિયાન સુરેન્દ્રનગરના એક સેન્ટર પરથી પરીક્ષામાં ચોરી કરવામાં આવતી હોવાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે સીસીટીવી ફૂટેજોની તપાસ કરીને ગેરરીતિ કરતા પકડાયેલા પરીક્ષાર્થીઓને નોટિસ આપવાનું શરૂ કર્યું છે. આ દરમિયાન પ્રાંતિજના એક પરીક્ષાર્થીને પણ નોટિસ મળી છે. નવાઈની વાત એ છે કે આ પરીક્ષાર્થીએ પરીક્ષા આપી જ ન હતી.

પરીક્ષા ન આપવા છતાં ગેરરીતિની નોટિસ મળી!

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વડરાડ ગામના અપૂર્વકુમાર દિનેશભાઈ પટેલને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી એક નોટિસ મળી છે. આ નોટિસમાં કહેવામાં આવ્યું છે કે તા. 17-11ના રોજ લેવાયેલી પરીક્ષામાં ઉમેદવાર સુરજબા હાઇસ્કૂલ યુનિટ-2, બેઠક નંબર 1500216266થી પરીક્ષા આપવા માટે હાજર હતો. આ પરીક્ષામાં પરીક્ષાર્થીએ ગેરરીતિ આચરી હતી. પસંદગી મંડળ તરફથી સીસીટીવી તપાસવામાં આવતા આ વાતનો ખુલાસો થયો છે. આ મામલે તા. 9મી ડિસેમ્બર, 2019ના રોજ ઉમેદવારને રૂબરૂ બોલાવી ખુલાસો આપવા જણાવાયું છે. સાથે એવી સૂચના પણ આપવામાં આવી છે કે જો પરીક્ષાર્થી નિશ્ચિત તારીખ અને સમયે ગૌણ સેવા પસંદગી મંડળ સમક્ષ હાજર રહીને યોગ્ય ખુલાસો નહીં કરે તો અવું માની લેવાશે કે તેઓ આ મામલે કંઈ કહેવા માંગતા નથી અને તેમણે પરીક્ષામાં ગેરરીતિ આચરી છે તેવું માનીને તેમની સામે ફોજદારી સહિત નિયમ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવશે.

ગૌણ સેવા પસંદગી મંડળની નોટિસ.


પ્રાંતિજના અપૂર્વકુમારને નોટિસ મળી

બીજી તરફ હકીકત એવી છે કે ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી જે યુવકને નોટિસ મળી છે તે અપૂર્વકુમાર પટેલ કંડક્ટર તરીકેની નોકરી કરે છે. એટલું જ નહીં અપૂર્વ પટેલના કહેવા પ્રમાણે પરીક્ષાને દિવસે તે ફરજ પર હાજર હતો. આ મામલે અપૂર્વએ એક વીડિયો સંદેશ પણ વહેતો કહ્યો છે. જેમાં તે કહી રહ્યો છે કે, "હું સાબરકાંઠાના વડરાડ ગામમાં રહું છું. બે દિવસથી મારા નામે એક વીડિયો ફરતો થયો છે કે હું બિનસચિવાલયની પરીક્ષામાં કોપી કરતા પકડાયો છું. તેમજ આ બાબતે મને ગૌણ સેવા પસંદગી મંડળ તરફથી નોટિસ મળી છે. શનિવારે સાંજે મને કોઈ અજાણી મહિલાના નામથી મારા આઈડી પર એક ઇ-મેલ આવ્યો છે. મેં તેમને જણાવ્યું હતું કે મેં પરીક્ષા આપી જ નથી તો મારું નામ કેવી રીતે બહાર આવ્યું? એ બહેનના કહેવા પ્રમાણે મારે નિશ્ચિત તારીખે હાજર રહેવું જ પડશે."અપૂર્વ એસટીમાં કંડક્ટર તરીકે ફરજ બજાવે છે

"હું ગુજરાત એસ.ટી.માં કંડક્ટર તરીકે ફરજ બજાવું છું. 17મી તારીખે એટલે કે પરીક્ષાના દિવસે હું બોટાદથી હિંમતનગર લાઇનમાં નોકરી પર હાજર હતો. આ બસ સવારે છ વાગ્યે ઉપડીને હિંમતનગર જાય છે, આ બસ બપોરે 1.30 વાગ્યા હિંમતનગરથી રાત્રે આઠ વાગ્યે બોટાદ આવે છે. હું નોકરી પર હાજર હતો તો મારું નામ કઈ રીતે સીસીટીવીમાં આવે? આ વીડિયો વાયરલ થવાને કારણે મારું જીવવું હરામ થઈ ગયું છે. હું ખૂબ ચિંતામાં છું. મને અસંખ્ય ફોન કોલ આવી રહ્યા છે. હું સરખી રીતે નોકરી પણ કરી શકતો નથી. મેં આજ દિવસ સુધી આવી કોઈ જ ગેરરીતિ કરી નથી. મહેરબાની કરીને મારા ખોટો વીડિયોને ફોરવર્ડ કે તેના પર કોમેન્ટ ન કરો."
First published: December 10, 2019, 10:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading