Home /News /north-gujarat /

અમદાવાદ: 'તુમ તો ભૈયાજી હો' કહીને ટોળાએ કર્યો હુમલો

અમદાવાદ: 'તુમ તો ભૈયાજી હો' કહીને ટોળાએ કર્યો હુમલો

પ્રતિકાત્મક તસવીર

સાબરકાંઠાના ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના પછી સમગ્ર રાજ્યમાં તેના ઊંડા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે.

    સાબરકાંઠાના ઢુંઢર ગામે 14 મહિનાની બાળકી પર બળાત્કારની ઘટના પછી સમગ્ર રાજ્યમાં તેના ઊંડા પ્રત્યાઘાતો પડી રહ્યાં છે. આ ઘટનામાં પરપ્રાંતીય યુવાને દુષ્કર્મ કર્યો હોવાનું બહાર આવતાં રાજ્યના અનેક શહેરોમાં પરપ્રાંતીયો પર હુમલાનું પ્રમાણ વધી રહ્યું છે.

    અમદાવાદમાં કુબેરનગરમાં આઈટીઆઈ પાસે પરપ્રાતીય યુવકને લોકોના ટોળાએ રોકીને માર માર્યો છે. આ મામલામાં મળતી માહિતી પ્રમાણે સાયકલ પર જતા યુવકને લોકોના ટોળાએ ઘેરી લીધો હતો. જે પછી ટોળામાંથી અવાજ આવ્યો કે, 'તુમ તો ભૈયાજી હો' અને પછી તેને માર મારવામાં આવ્યો હતો. સરદારનગર પોલીસ સ્ટેશનમાં છ અજાણ્યા વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

    આ પણ વાંચો: ઢુંઢર દુષ્કર્મ મામલોઃ પરિવારને ત્રણ લાખની સહાયની જાહેરાત

    સાબરકાંઠામાંથી પણ મોટા પ્રમાણમાં બિહારી અને યુપીના લોકો આ વિસ્તાર છોડીને વતન તરફ જઇ રહ્યાં છે. જેના કારણે ઘણી ફેક્ટરીઓમાં મજૂરોની અછત લાગવા લાગી છે. નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં પણ આ રીતે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ બિન મરાઠીઓ સાથે આવું જ કર્યું હતું. જોકે, રાજ્ય સરકારે આ મામલે તાકીદની એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવીને આ ઘટનાઓની ગંભીરતાને જોતાં આવા હુમલા ન બને તે માટે કડક કાર્યવાહી કરવાની રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ રાજ્યના DGPને સૂચના આપી છે.

    આ પણ વાંચો: અરવલ્લી: બાળકી દુષ્કર્મ બાદ હિંસાનો મામલો, પોલીસે 13 લોકો સામે નોંધ્યો રાજદ્રોહનો ગુનો

    છેલ્લાં બે-ત્રણ દિવસથી રાજ્યના ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં પરપ્રાંતીયો પર હુમલાના કિસ્સાઓ વધ્યાં છે. હુમલાઓ ઉપરાંત સાથે સાથે તેમને ધમકીઓ પણ આપવામાં આવી રહી હોવાનું પણ જાણવા મળ્યું છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Child abuse, Sabarkantha, ગુજરાત

    આગામી સમાચાર