વરઘોડા વિવાદ: 'અમારી પર ઘણાં અત્યાચાર થઇ રહ્યાં છે એટલે બૌદ્ધ ધર્મ અપનાવીશુ'

News18 Gujarati
Updated: May 13, 2019, 11:17 AM IST
વરઘોડા વિવાદ: 'અમારી પર ઘણાં અત્યાચાર થઇ રહ્યાં છે એટલે બૌદ્ધ ધર્મ અપનાવીશુ'
વરરાજા અને પિતાની તસવીર

'વરઘોડો કાઢવાની અમારી ઘણી ઇચ્છા હતી પરંતુ ગામનું વાતાવરણ ડોહડાઇ રહ્યું છે તેથી અમે આજે વરઘોડો નહીં કાઢીએ.'

  • Share this:
હર્મેશ સુખડિયા, અરવલ્લી: મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે ગઇકાલે રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. તંગદીલીભર્યા માહોલમાં જિલ્લાભરનો પોલીસ કાફલો ત્યાં ખડકી દેવાયો હતો. આજે પણ આ ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે.

'અમારા લાખો રૂપિયાનું પાણી થઇ ગયું'

વરરાજા જયેશભાઇ રાઠોડે વરઘોડા વિવાદ અંગે જણાવતા કહ્યું કે, ' અમને વરઘોડાની ઇચ્છા તો છે પરંતુ પોલીસનો સપોર્ટ મળશે તો વરઘોડો કાઢીશું. અમારો વિકાસ અન્ય સમાજના લોકો નથી જોઈ શકતા. આજે પોલીસની મદદ મળશે તો વરઘોડો કાઢીશુ. અમે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો પરંતુ બધું જ પાણીમાં ગયુ.

આ પણ વાંચો: મોડાસામાં અનુસૂચિત જાતિનાં યુવકનો વરઘોડો આજે ફરી નીકળશે, ખડકાયો પોલીસનો કાફલો

'અમારા પર ઘણાં જ અત્યાચાર થઇ રહ્યાં છે'

વરરાજાનાં પિતા ડાહયાભાઈ રાઠોડ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે,  'અમને પોલીસ પ્રોટેક્શન મળ્યું નથી જો યોગ્ય સમયે અમને પોલીસે સહાય કરી હોત તો વરઘોડો શાંતિથી નીકળ્યો હોત અને જે કંઇ પણ થયું છે એ ન થયું હોત. હું હિન્દુ છું, દલિત છું પરંતુ તેમાં કોઇ રસ નથી. જો અમને ન્યાય નહીં મળે તો અમારો પરિવાર અને સમાજ બધા ભેગા થઇને બૌદ્ધ ધર્મ અપનાવીશું.
તેમણે આગળ જણાવતા કહ્યું કે, 'અમે પોલીસ પ્રોટેક્શનની માંગણી કરી હતી પરંતુ અમને મળ્યું ન હતું. પટેલ સમાજને પોલીસ પ્રોટેક્શન મળ્યું પરંતુ અમને પ્રોટેક્શન મળ્યું નથી. વરઘોડો કાઢવાની અમારી ઘણી ઇચ્છા હતી પરંતુ ગામનું વાતાવરણ ડોહડાઇ રહ્યું છે તેથી અમે આજે વરઘોડો નહીં કાઢીએ. અમે આજે સીધી જાન લઈને સામે પક્ષના ઘરે જઈને પ્રસંગ પૂર્ણ કરીશું.' તેમણે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવતા આક્ષેપ કર્યો કે, 'અમારી સાથે અન્યાય થયો છે, અમે હરિજન છે એટલે ટાર્ગેટ કરવામાં આવ્યાં છે. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે અમને માર માર્યો છે. અમને કોઈ ન્યાય નથી મળ્યો એટલે લગ્ન પૂર્ણ થયા બાદ અમે ફરિયાદ કરીશું.'

ડીવાયએસપી ફાલ્ગુની પટેલ પર આરોપ

વરરાજાનાં કાકા, ચંદુભાઈ રાઠોડે આ અંગે જણાવતા કહ્યું કે, 'ગઇકાલે હું બધાને બચાવવા ગયો ત્યારે મને વાગ્યું હતુ. ડીવાયએસપી ફાલ્ગુની પટેલે મને લાઠી મારી હતી. શરીર ના અનેક ભાગે મને માર વાગ્યો છે. અન્ય લોકોને પણ માર પડ્યો છે.
First published: May 13, 2019
વધુ વાંચો
अगली ख़बर