ઈશાન પરમાર, હિંમતનગર: સાબરકાંઠા (Sabarkantha)જિલ્લાના હિંમતનગર (Himmatnagar)માં એક એવો કેસ સામે આવ્યો છે કે જેના વિશે જાણી સૌ કોઈ હચમચી ગયા હતા અને ડોક્ટરના વખાણ કરવા લાગ્યા હતા. અહીં એક બાળકીના પેટમાંથી 510 ગ્રામનો વાળનો ગુચ્છો નીકળ્યો હતો. અરવલ્લી (Aravali)ના ભિલોડા તાલુકાના વણજરા ગામની 13 વર્ષીય બાળકી છેલ્લા 7 વર્ષેથી ટ્રાયકોબ્રેજા નામની બીમારી (Trichoscopy syndrome)થી પીડાતી હતી હતી. આમ તો એક લાખ વ્યક્તિએ આવો એક કેસ સામે આવતો હોય છે.
આ બાળકી કે જે છેલ્લા 7 વર્ષથી ટ્રાયકોબ્રેજા નામની બીમારીથી પીડાઈ રહી હતી. જે પોતાના માથાના વાળ તોડીને ખાઈ (Girl Eating Head Hair) રહી હતી. જેના કારણે આ 13 વર્ષીય બાળકીના પેટમાં વાળનો જથ્થો જામી ગયો હતો. બાળકીએ વાળ ખાતા તેના પેટમાં વાળનો જથ્થો જામી ગયો હતો અને તેના કારણે પેટમાં દુખાવો થઈ રહ્યો હતો.
13 વર્ષની બાળકીને આ અસહ્ય દુખાવો થતા પરિવારજનો પણ ચિંતિત બની ગયા અને અરવલ્લી ખાતેથી હિંમતનગરના પ્રસિદ્ધ ડોક્ટર જગદિશ નાયકનો સંપર્ક સાધ્યો હતો. ડોક્ટર દ્રારા બાળકીની તપાસ કરવામા આવી ત્યારે તેની તપાસ કરી તો બાળકીના પેટમાંથી 510 ગ્રામનો ગુચ્છો દેખાયો હતો. ડોક્ટરે બીમારીને લઈને સોનોગ્રાફી અને સિટીસ્કેન કર્યુ તો પેટના ભાગમા કાળા રંગનુ ગુચડુ દેખાયુ અને તપાસ કરતા અંદાજ આવ્યો કે પેટની હોજરીના ભાગમાં વાળનુ ગુચડુ દેખાયુ હતું.
બાળકીના માતા-પિતા આ બાળકીને અહીં લઈને આવ્યા હતા અને જાણ થતા જ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ હતુ. 45 મિનિટના ભારે ઓપરેશન બાદ બાળકીની હોજરીમાંથી 510 ગ્રામનુ વાળ નુ ગુચડુ બહાર નીકાળ્યુ હતુ. જોકે બાળકીને પોતાના વાળ તોડીને ખાવાની કુટેવને લઈને આ સમસ્યાનો મામનો કરવો પડ્યો હતો. જેને લઈને બાળકીનુ 45 મિનિટ સુઘી સફળ ઓપરેશન કરવામાં આવ્યુ અને વાળનો જથ્થો નીકાળી નવ જીવન અપાયુ હતુ.
હાલમાં બાળકીને નવ જીવન મળ્યુ છે અને જેને લઈને બાળકી હાલ તો સ્વસ્થ છે પરંતુ બીજી બાજુ એ વાત પણ સત્ય છે કે વાલીઓએ બાળકોની આવી કુટેવથી ટોકવા જોઈએ. નહીં તો બાળકોને ગંભીર બીમારી કે જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર