Home /News /north-gujarat /

Fraud: લોકોને નિર્વસ્ત્ર જોવા અને જમીનની અંદર 10 ફુટ જોવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા

Fraud: લોકોને નિર્વસ્ત્ર જોવા અને જમીનની અંદર 10 ફુટ જોવાની લાલચમાં લાખો રૂપિયા ગુમાવ્યા

સાબરકાંઠામાં કેટલાક લોકો વ્યક્તિને નગ્ન જોવાના અભરખામાં છેતરપિંડીનો ભોગ બન્યા.

હિંમતનગર (himmatnagar)ના મોતીપુરાનો એક શખ્સ અને ઉંઝા (Unjha)ના મહેરવાડાનો એક શખ્સ એમ બે શખ્શોએ અજાયબી ચશ્મા લેવા માટે લાખ્ખો રૂપિયા ગુમાવ્યા (Fraud) છે. વ્યક્તિને નિવસ્ત્ર જોવા અને જમીનની અંદર 10 ફુટ સુધી જોવા માટેની લાલચે રૂપિયા ગુમાવ્યાનુ સામે આવતા સમગ્ર મામલે સાબરકાંઠા પોલીસ સતર્ક બની પાંચ જેટલા આરોપીઓની અટકાયત કરી છે.

વધુ જુઓ ...
  ઈશાન પરમાર, હિંમતનગર: હિંમતનગર (himmatnagar)ના મોતીપુરાનો એક શખ્સ અને ઉંઝા (Unjha)ના મહેરવાડાનો એક શખ્સ એમ બે શખ્શોએ અજાયબી ચશ્મા લેવા માટે લાખ્ખો રૂપિયા ગુમાવ્યા (Fraud) છે. વ્યક્તિને નિવસ્ત્ર જોવા અને જમીનની અંદર 10 ફુટ સુધી જોવા માટેની લાલચે રૂપિયા ગુમાવ્યાનુ સામે આવતા સમગ્ર મામલે સાબરકાંઠા પોલીસ સતર્ક બની પાંચ જેટલા આરોપીઓની અટકાયત કરી છે. હિંમતનગરના કાળુભાઈ તૈલી અને તેમના મિત્રને બે લોકો મળ્યા હતા અને માણસને નિવસ્ત્ર જોઈ શકાય તેવા ચશ્મા ભમરસિંહ અને રફિક ઉર્ફે રાજુ લઈ આપતો હોવાનુ જણાવી મળવાનુ નક્કી કર્યું હતું. સાથે જ આરોપીઓએ આ ચશ્માની વિશેષતા જણાવતા આ ચશ્માથી માણસને નિવસ્ત્ર જોઈ શકાય અને જમીનની નીચે 10 ફુટ સુધી જોઈ શકાય છે ગુપ્ત ખજાનો પણ જોઈ શકાય છે તો આ ચશ્મા લેવા હોય તો 50 લાખ ખર્ચવા પડશે એમ કહ્યુ હતુ.

  કાળુભાઈએ પહેલા ચશ્મા બતાવવાનુ કહ્યુ તો અઠવાડીયા પછી ભમરસિંહ અને રફિકે કહ્યુ કે એક પાર્ટી ચશ્મા જોવા આવાની છે તમે આવી જજો કહેતા નરેન્દ્રસિંહની ગાડીમાં બેસી રાજસ્થાનના સીમલવાડા પહોચ્યા હતા ત્યા તેમણે બોલાવેલ મહેન્દ્રસિંહ અને મુંબઈનો એક માણસ હાજર હતો. મહેન્દ્રસિંહે કહ્યુ કે, મારા ચશ્મા ગીરો મુકેલા છે તમે 25 લાખ આપો તો ચશ્મા છુટી જાય. જેથી ત્યાં લઈ ગયા અને ચશ્મા બતાવ્યા હતા પણ પહેરીને જોવાનો આગ્રહ કરતા પૈસાની વાત કરી હતી અને ચેકર લાવવાનુ કહ્યુ હતુ. જોકે કાળુસિંહને ચશ્માનો મોહ એટલો લાગ્યો હતો કે ત્રણ લાખ ટ્રાન્સફર કરી દીધા હતા અને એક લાખ રોકડા આપ્યા હતા. ફરીથી 70 હજાર ભમરસિંહ અને રફિકને આપ્યા હતા બાદમાં ચશ્માની ડીલીવરી ના આપતા કે જોવા ન મળતા પૈસા પરત માંગતા એક બીજા પર ઢોળતા હતા.

  આ પણ વાંચો - corona Update: આજે રાજ્યના 32 જિલ્લા અને 06 મહાનગરમાં કોરોનાનો સફાયો, 17 દર્દી સાજા થયા

  આ રીતે ચશ્મા સાથે ચેકરની ગેંગ ઓર્ગેનાઈઝ ક્રાઈમ કરી લોકો પાસે પૈસા પડાવતું હતું. અને આ ગેંગ અલગ અલગ રીતે પૈસા ન આપવાના બહાનાઓ નીકાળતા હતા અને જેના કારણે લોકો છેતરાતા હતા. આમ તો આ એક ગેંગ આજ પ્રકારે લોકોને છેતરતી રહી છે. બે વ્યક્તિઓ ચશ્માની વાતો કરે બે વ્યક્તિએ ચેકર શોધી લાવે એમ અલગ-અલગ વ્યક્તિઓ મળીને આ એક ગેંગ ચશ્માના નામે છેતરતા હતા.

  જોકે સાબરકાંઠા LCBને બાતમી મળવાતા સક્રિય થઇ હતી અને જાણ થયેલ કે ચશ્મા માટે દોઢ લાખ બાના પેટે આપ્યા હતા અને ચશ્મા લઈને હિંમતનગર આસપાસના વિસ્તારમાં આવવાનુ નક્કી થયુ હતુ ત્યારે ઈડરના રહીશ સલીમ મનસુરી તથા સિકંદર મકરાણી અને બડોલીના રફિક ઉર્ફે રાજુ મનસુરી રાજસ્થાનના અન્ય બે શખ્શઓને સાથે રાખી તેમની પાસે એન્ટીક ચશ્મા હોવાનુ અને ઉંચા ભાવે વેચવાના હોવાનુ જણાવી પૈસા એકના ડબલ કરી આપવાનુ અને પૈસાનો વરસાદ કરતા હોવાનુ કહી છેતરપીંડી આચરતી ટોળકી ધાણધા પાસેથી ચશ્મા, રોકડ રકમ, કાર સહિતનો મુદ્ગામાલ સાથે પાંચ જણાને ઝડપી લીધી હતી. આમ તો આ લોકો કોઈ વ્યક્તિને ચશ્મા આપતા ન હતા પરંતુ  ચેકર મારફતે બતાવતા હતા અને ચેકર પણ ચશ્માના વખાણ કરતો, રેડિએશન પણ સારુ છે અને આ એન્ટીક ચશ્મા છે એમ કહીને લોકો પાસેથી પૈસા પડાવતા હતા. આ લોકો દીલ્હીથી ચશ્મા લાવીને અને તૈયાર કરતા હતા તેવુ પ્રાથમિક માહિતી મળી છે.

  આ પણ વાંચો- Jignesh Mevani: એક કેસમાં જામીન મળતા બીજામાં અટવાયા MLA જીગ્નેશ મેવાણી, ફરી કરવામાં આવી ધરપકડ

  વ્યક્તિને નગ્ન જોવાના અભરખાને લઈને લોકો લાખ્ખોમાં છેતરાયા તો અન્ટીંકના નામે ચશ્માથી વિશ્વાસમાં લઈને ઠગતી ગેંગના પાંચ આરોપીઓની હાલ તો  અટકાયત કરવામાં આવી છે જેને લઈને સંડોવાયેલા બીજા આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે. તો પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે કે કેટલા લોકો આ ગેંગનો ભોગ બન્યા છે અને હજુ કેટલા લોકો આમાં સંડોવાયેલા છે તે તમામ દિશાઓમાં પોલીસે તપાસ હાથ ધરી છે.

  આરોપી
  1.સલીમભાઇ સત્તારભાઇ મનસુરી (રહે. અમનપાર્ક સોસા. જૈન ધર્મશાળા ઇડર)
  2.રફીકભાઇ હસનભાઇ મનસુરી (રહે. બડોલી ઇડર)
  3.સીકંદરમીયા સયદુમીયા મકરાણી (રહે. પાંચ હાટડીયા રાજમહલ રોડ, ઇડર)
  4.નરવરસિંહ માંગુસિંહ શકરુભા સોલંકી (ડામોર) (રહે. કોર્ટની સામે ગાયત્રી કોલોની સરદારપુર મધ્યપ્રદેશ, હાલ રહે. ચોપાટી વિસ્તાર હરીશ દાદા દૂધવાળાના મકાનમાં પ્રીતમપુર, તા.ધાર મધ્યપ્રદેશ)
  5.નીધરાજ ધનરાજજી હામજી મીણા (હાલ રહે. બંજારીયા કન્ડાલ રોડ આર.ઓ. મશીન પાસે ખેરવાડા ઉદેપુર, રાજસ્થાન).
  Published by:rakesh parmar
  First published:

  Tags: Fraud, Himmatnagar, Sabarkantha, સાબરકાંઠા, હિંમતનગર

  આગામી સમાચાર