ખેડૂત પુત્રી કન્વી પટેલે 12 સાયન્સમાં મેળવ્યા 99.78 પર્સેન્ટાઈલ, પરિવારમાં ખુશી

News18 Gujarati
Updated: May 10, 2018, 6:21 PM IST
ખેડૂત પુત્રી કન્વી પટેલે 12 સાયન્સમાં મેળવ્યા 99.78 પર્સેન્ટાઈલ, પરિવારમાં ખુશી

  • Share this:
આજે ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ જાહેર થયું હતું. જેમાં અરવલ્લી જીલ્લાનું ધોરણ ૧૨ સાયન્સનું પરિણામ ૬૨.૯૩ ટકા આવ્યું છે. જે ગત વર્ષ કરતા ૧૦ ટકા ઓછું છે ત્યારે મોડાસાના વોલ્વા ગામના ખેડૂતની દીકરી કન્વી પટેલે ધોરણ ૧૨ સાયંસમાં ૯૯.૭૮ ટકા લાવી મેદાન માર્યું હતું.

અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના વોલ્વા ગામની કન્વી દીપકભાઈ પટેલ ધોરણ ૧૨ સાયંસમાં અભ્યાસ કરતી હતી જેનું પરિણામ આજે આવતા પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલી કન્વી પટેલના પિતા ખેડૂત છે અને દિવસ-રાત કાળી મજુરી કરી દીકરીને સારો અભ્યાસ અપાવ્યો હતો, જેના કારણે દીકરી કન્વીને ધોરણ ૧૨ સાયંસમાં ૯૯.૭૮ પર્સેન્ટાઈલ અને ગુજકેટમાં ૯૯.૯૨ ટકા પર્સન્ટાઈલ આવ્યા હતા. કન્વી પટેલ તેની શાળામાં ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ નંબરે આવી છે. તેને મેડીકલ લાઈન લઈને ડોક્ટર બનવું છે ત્યારે દીકરીના પરિણામથી ગામ તેમજ તાલુકામાં ખુશીનો માહોલ છે. ખેડૂત પરીવારમાં રહીને વિજ્ઞાન પ્રવાહમાં સારું પરિણામ લાવું તે કોઈ સિદ્ધિ પામ્યા બરાબર છે.

ખેડૂત દીપકભાઈ પટેલે જણાવ્યું કે, મારી દીકરીને મેં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરાવ્યો હતો, પોતે ખેડૂત હોવા છતાં દીકરી માટે દિવસ રાત એક કર્યા છે, આજે પરિણામ સારું આવતા ખુબ ખુશી થાય છે.

સાયન્સ વિદ્યાર્થીની કન્વી પટેલે કહ્યું કે, આજે ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું જેમાં મારે ૯૯.૭૮ ટકા આવ્યા છે, મારા માતા-પિતા મારા માટે ખુબ ખુશ છે. આ પરિણામના આભારી મારા માતા-પિતા છે.

મોડાસાના વોલ્વા ગામમાં ખેતી અને પશુ પાલન કરી દીપકભાઈ પટેલે દીકરી કન્વી માટે ભવિષ્યના નવા ધ્વાર ખોલી નાખ્યા છે, ત્યારે માતા-પિતા તેમજ દાદા-દાદી કન્વીના પરિણામ પર ગૌરવ અનુભવી રહ્યા છે ત્યારે કન્વી પર માતા-પિતા અને પરિવારનો અવિરત સહકાર મળ્યો હોવાનો અભાર વ્યક્ત કરે છે.

સ્ટોરી - હાર્દિક પટેલ
First published: May 10, 2018, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading