વરઘોડા વિવાદ દરમિયાન DySPનો દાદાગીરીનો વીડિયો થયો વાયરલ

News18 Gujarati
Updated: May 13, 2019, 4:09 PM IST
વરઘોડા વિવાદ દરમિયાન DySPનો દાદાગીરીનો વીડિયો થયો વાયરલ
DySP ફાલ્ગુની પટેલ

આ વિવાદ વચ્ચે DySP ફાલ્ગુની પટેલની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.

  • Share this:
હર્મેશ સુખડિયા, અમદાવાદ: અરવલ્લીના મોડાસાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિનાં સમાજના વરઘોડાને કારણે ગઇકાલ એટલે રવિવારથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં આજે સવારે વરરાજાનો પોલીસ બંદોબસ્ત વચ્ચે વાજતે ગાજતે વરઘોડો ગયો હતો. આ વિવાદ વચ્ચે DySP ફાલ્ગુની પટેલની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો છે.

આ વીડિયોમાં DySP અનુસૂચિત જાતીનાં અગ્રણીને ધમકાવતા હોય તેવુ દેખાઈ રહ્યુ છે. વીડિયોમાં ફાલ્ગુની પટેલે જાહેરમાં અપશબ્દો બોલ્યા હતાં.

આ પણ વાંચો: મોડાસામાં પોલીસ બંદોબસ્ત સાથે અનુસૂચિત જાતિનાં યુવકનો આજે ફરી નીકળ્યો વરઘોડો

આ ઘટના બાદ સમાજ દ્વારા પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોલીસે રક્ષણ આપવાની જગ્યાએ લાઠીઓ વરસાવ્યા હોવાનો સમાજના અગ્રણીએ આરોપ લગાવ્યો છે. સાથે જ જિલ્લા પોલીસ વડા અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકને સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે.

આ પણ વાંચો: વરઘોડા વિવાદ: 'અમારી પર ઘણાં અત્યાચાર થઇ રહ્યાં છે એટલે બૌદ્ધ ધર્મ અપનાવીશુ'

વરરાજાનાં પિતાએ પણ પોલીસ પર ગંભીર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે જો અમને પોલીસ પ્રોટેક્શન કાલે જ મળી ગયું હોત તો અમારા ઘરે લગ્ન શાંતિથી પતી ગયું હોત. વરરાજાનાં કાકાએ પણ ડીવાયએસપી ફાલ્ગુની પર આરોપ લગાવતા કહ્યું છે કે તેમણે અમારા લોકો પર લાઠીચાર્જ કરાવીને માર માર્યો છે.
First published: May 13, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading