Video:સાબરકાંઠા: પાણીના ધસમસતા પ્રવાહને કારણે હાથમતી નદીમાં ચાર ગાયો તણાઇ

News18 Gujarati
Updated: July 21, 2018, 4:34 PM IST
Video:સાબરકાંઠા: પાણીના ધસમસતા પ્રવાહને કારણે હાથમતી નદીમાં ચાર ગાયો તણાઇ

  • Share this:
સાબરકાંઠા: હિંમતનગરની હાથમતી નદીમાં પાણીનો પ્રવાહ વધતા ચાર ગાય તણાઇ હોવાની ઘટના બની છે. કારણકે કોઝવેમાં સતત પાણીનું વહેણ વધી રહ્યુ છે.

હિંમતનગરની હાથમતી નદી નાની છે અને કોઝવેમાં પાણીનો ધસમસતા પ્રવાહ વધતા ચાર ગાય તણાઇ હતી. ઉપરવાસમાં વધુ વરસાદને લઇને સતત પાણી આવી રહ્યુ છે. જે પાણી ગાયને આગળ તરફ ખેચી ગયુ હતુ. આ નદીમા પુર હોય ત્યારે લોકો પણ એક કાંઠેથી બીજા કાંઠે અવરજવર કરતા હોય છે. જો વધારે પુર હોય તો આવી અવરજવર અટકી જાય છે. કારણ કે તણાઇ જવાનુ જોખમ રહે છે.





બીજીતરફ ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેર કરી છે. ત્યારે ભારે વરસાદના પગલે હિંમતનગરની હાથમતી નદીમાં પાણી વધતા પૂરની સ્થિતી સર્જાઇ છે. જેને લઇ જનજીવન પર પણ અસર જોવા મળી રહી છે. આ નદી છલકાતા ઘસમસતું પાણી વહેતું નજરે પડયું હતું.
First published: July 21, 2018, 4:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading