'ચૂંદડીવાળા માતાજી' ડૉક્ટરો-વૈજ્ઞાનિકો માટે કોયડો, મૃત્યુ પછી પણ અનેક સવાલોના જવાબ ન મળ્યા

News18 Gujarati
Updated: May 26, 2020, 11:18 AM IST
'ચૂંદડીવાળા માતાજી' ડૉક્ટરો-વૈજ્ઞાનિકો માટે કોયડો, મૃત્યુ પછી પણ અનેક સવાલોના જવાબ ન મળ્યા
આ માતાજી વિજ્ઞાન માટે એક મોટો કોયડા સમાન હતા. તેમની પર દિવસો સુધી પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

આ માતાજી વિજ્ઞાન માટે એક મોટો કોયડા સમાન હતા. તેમની પર દિવસો સુધી પરિક્ષણ કરવામાં આવ્યું હતું.

  • Share this:
અંબાજી : ગુજરાતના યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 86 વર્ષથી અન્નજળ વગર જીવતાં 'ચૂંદડીવાળા માતાજી' પ્રહલાદ જાની 91 વર્ષની વયે દેવલોક પામ્યા છે. તેઓએ ચરાડા ખાતે દેહત્યાગ કર્યો છે. 28 મેના રોજ, ગુરૂવારે, અંબાજી ખાતે તેમને સમાધી અપાશે. છેલ્લા 86 વર્ષથી ચુંદડીવાળા માતાજી અન્ન-પાણી લેતા નહોતા. ભક્તોને માતાજીના અંતિમ દર્શન થઈ શકે તે માટે તેમનો નશ્વરદેહને બે દિવસ સુધી અંબાજીમાં મૂકવામાં આવશે. આ માતાજી વિજ્ઞાન માટે એક મોટો કોયડા સમાન હતા. તેમની પર દિવસો સુધી પરિક્ષણ કરવામાં આવ્યું હતું. આ પરિક્ષણનો ભાગ રહેલા ન્યૂરો ફિઝિશિયન, ડૉ. સુધીર શાહ પણ માને છે કે, માતાજીનું જીવન એક મોટો કોયડો છે.

માતાજી પર રિસર્ચ કરનાર, ન્યૂરો ફિઝિશિયન, ડૉ. સુધીર શાહે ન્યૂઝ18ગુજરાતી સાથે આ અંગે વાતચીત કરી છે.
જેમા તેમણે જણાવ્યું કે, અમે બે વાર માતાજી પ્રહલાદ જાનીનું પરીક્ષણ કર્યું. એકવાર 10 દિવસ અને બીજીવાર 15 દિવસ નીરિક્ષણ કરવામાં આવ્યું. જેમાં અમારી પાસે 24 ડૉક્ટરોની ટીમ ત્યાં હાજર હતી. આ સાથે કમાન્ડોની ટીમ પણ ત્યાં તૈનાત હતી. 24 કલાક સીસીટીવી ફૂટેજ પણ ચાલુ જ હતાં. આ પરીક્ષણના તારણમાં જાણવા મળ્યું કે, આ માતાજીએ આટલા દિવસો એર રૂમમાં જ્યાં બાથરૂમ પણ સીલ કર્યું હતું તેમા રાખવામાં આવ્યાં હતા. પહેલા દસ દિવસ અને પછી 15 દિવસ તેમણે ન ખાધું, ન પીધું એથી વિશેષ અગત્યનું કે યુરીન અને સ્ટૂલ પણ કર્યું નહીં. શક્ય છે કે આટલા દિવસો ખાધા પીધા વગર માણસ રહી શકે પરંતુ યુરિન કર્યા વગર તો પાંચમા દિવસે માણસની કિડની ફેઇલ થઇ જાય છે. ડાયાલિસીસ કરવું પડે, જો ન કરી શકીએ તો માણસનું મૃત્યું થાય. એટલે માતાજી બાયોટ્રાન્સમેશનનો કેસ છે.


તેમણે વધુમાં જણાવ્યું કે, આ ટીમમાં ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિજીયોલોજી એન્ડ એલિડ સાયન્સિસના 32 વૈજ્ઞાનિકો ડૉ. અબ્દુલ કલામનાં કહ્યા પ્રમાણે આવ્યાં હતાં. વર્ષ 2010નું પરીક્ષણ આશરે આ સમયે મે મહિનામાં જ કરવામાં આવ્યું હતું.
આમાં સધન તપાસ કરવામાં આવી હતી. તે સમયે છેલ્લાના તારણમાં એટલું કહેવામાં આવ્યું હતું કે, આ તપાસમાં માતાજીએ કાંઇ ખાધુ નથી અને પીધું નથી. કોગળા સિવાય તેમણે પાણીનો ઉપયોગ કર્યો નથી.
અમે બાથટબમાં બેવાર નવડાવ્યાં ત્યારે પણ કંઇ સામે આવ્યું ન હતું. આ દરમિયાન અમે દુનિયાભરનાં ટેસ્ટ કર્યા હતા પરંતુ અમારા આશ્ચર્ય વચ્ચે માતાજી સુપેરૂ રીતે બહાર આવી ગયા હતા. એક આશ્ચર્યની વાત છે કે, તેમના શરીરમાં સવાર સાંજ યુરિન ભેગું થતું હતું તેને પણ તે એબ્સોબ કરી શકતા હતાં. આ એક મોટો કોયડો છે. માતાજીમાં શારિરીક શક્તિ, માનસિક શક્તિ તમામ વ્યવસ્થિત હતું. તેઓ પોતાની ગુફાના પગથીયા ફટાફટ ચડતા હતાં.

આ પણ વાંચો - 'ચૂંદડીવાળા માતાજી'નું 91 વર્ષે નિધન, 28મી તારીખે તેમના આશ્રમમાં જ અપાશે સમાધી

ડૉક્ટર સાહેબે જણાવ્યું કે, હજુ સુધી આ કોયડો અમે ઉકેલી શક્યા નથી. અમારા પરિક્ષણ અમે જાહેર કર્યા બધાને બતાવ્યાં પરંતુ કોઇ આ કોયડો ઉકેલી નથી શક્યા. વિશ્વની મોટીમોટી સંસ્થાઓ આ કેસમાં કાર્યરત છે.

આ પણ જુઓ- 

 
First published: May 26, 2020, 11:18 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading