સાબરકાંઠા: અકસ્માત બાદ ડીઝલ ભરેલા ટેન્કરમાં પંક્ચર થયું અને લોકોને મજા પડી, ડીઝલ લેવા લાઈનો લાગી

સાબરકાંઠા: અકસ્માત બાદ ડીઝલ ભરેલા ટેન્કરમાં પંક્ચર થયું અને લોકોને મજા પડી, ડીઝલ લેવા લાઈનો લાગી
ડીઝલ ભરવા પડાપડી.

પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ ખાતે એક ડીઝલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. રોડની બાજુમાં ઊભા રહેલા ડીઝલ ટેન્કર પાછળ એક ટ્રક ઘૂસી જતા ડીઝલની નદીઓ વહી હતી.

  • Share this:
    સાબરકાંઠા: વાત જ્યારે મફતની હોય ત્યારે લોકો બધુ જ ભૂલી જતા હોય છે. સાબરકાંઠાના પ્રાંતિજ (Prantij)માં કંઈક આવું જ બન્યું હતું. અહીં એક ડીઝલ ટેન્કર (Diesel tanker)ને અકસ્માત નડ્યો હતો. ટક્કર બાદ ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું અને તેમાંથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યા હતું. આ વાત જાણીને આસપાસના લોકો સોશિયલ ડિસ્ટન્સિંગ (Social distancing) કે કોરોનાની ગાઇડલાઇન ભૂલીને હાથમાં આવે તે વાસણ લઈને ડીઝલ લેવા માટે દોડી આવ્યા હતા. લોકોએ રીતસરની લાઇનો લગાવી દીધી હતી. બીજી તરફ રોડ પર ડીઝલની જાણે કે નદી વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

    મળતી માહિતી પ્રમાણે પ્રાંતિજના કતપુર ટોલ ટેક્સ ખાતે એક ડીઝલ ટેન્કરને અકસ્માત નડ્યો હતો. અહીં ટ્રક અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો. રોડની બાજુમાં ઊભા રહેલા ડીઝલ ટેન્કર પાછળ એક ટ્રક ઘૂસી ગયો હતો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કરમાં પંક્ચર થઈ ગયું હતું. જેનાથી ડીઝલ નીચે ઢોળાવા લાગ્યું હતું.



    આ પણ વાંચો: અમદાવાદ: હવે કેશ ડિપોઝિટ મશીનમાં ચોરી કરવાનો પ્રયાસ, ગઠિયાઓનું કૃત્ય સીસીટીવીમાં કેદ

    રોડ પર ઊભેલા ટેન્કરમાં ટ્રકની ટક્કર બાદ પંક્ચર થતા રોડ પર જ ડીઝલની નદી વહેવા લાગી હતી. આ વાત આસપાસના લોકોને ખબર પડતા જ તેઓ હાથમાં આવે તે વાસણ લઈને દોડ્યા હતા. લોકો ડીઝલ લેવા માટે રીતસરના લઈનમાં ઊભા રહી ગયા હતા.

    આ પણ વાંચો: મહિલાનો દાવો- એલિયન્સ 50 વખત અપહરણ કરી ગયા, શરીર પર બનાવે છે ખાસ નિશાન

    આ અંગેના સામે આવેલા વીડિયોમાં લોકોને વાસણમાં ડીઝલ ભરીને લઈ જતા જોઈ શકાય છે. આ વાતની જાણકારી મળ્યા બાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ડીઝલ ટેન્કર પર પાણીનો મારો ચલાવ્યો હતો.

    બનાવ બાદ પ્રાંતિજ મામલતદાર એચ.પી.ભગોરા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી, જેના પગલે તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

    આ પણ વાંચો: સુરતમાં હીરા બજારમાં મંદી વચ્ચે મોટો આંચકો, હીરા વેપારી 50 કરોડનું ઉઠમણું કરીને ભાગી ગયાની ચર્ચા

    અકસ્માત બાદ લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગ ભૂલીને ડીઝલ લેવા માટે પડાપડી કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પ્રકારના બનાવો બનતા રહે છે. ભૂતકાળમાં ખાદ્ય તેલ ટેન્કર, શાકભાજી, પેટ્રોલ-ડીઝલ કે પછી ગેરકાયદે લાવવામાં આવતા દારૂના જથ્થા સાથેના વાહનને અકસ્માત નડતા લોકોએ લૂંટ ચલાવી હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે.
    Published by:Vinod Zankhaliya
    First published:May 11, 2021, 12:28 pm

    ટૉપ ન્યૂઝ