
હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લામાં આજે અચાનક જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે હિંમતનગર શહરે શહિત જીલ્લાના તમામ તાલુકાઓમાં આજે ધુળીયુ વાતાવરણ જોવા મળ્યુ છે. ધુળીયા વાતાવરણને લઈને નેશનલ હાઈવે નંબર 8 પર વાહન ચાલકોએ પણ સ્પીડમાં ઘટાડો કર્યો છે કારણ કે હાઈવે પર દુર થી આવતા વાહનો જોઈ શકાતા નથી તો આજે લોકોના ઘરોમાં પણ ધુળ જામી ગઈ છે જેને લઈને લોકો અને વાહન ચાલકો પણ ત્રાસી ગયા છે.અને વાહન ચાલકોએ રક્ષણ માટે માથે હેલ્મેટ, રૂમાલ અને ચશ્મા પહેરીને નીકળી રહ્યા છે.