Home /News /north-gujarat /

સાબરકાંઠા: કુવામાં ડીટોનેટર બ્લાસ્ટમાં એક મજૂરનું મોત, એક ઘાયલ

સાબરકાંઠા: કુવામાં ડીટોનેટર બ્લાસ્ટમાં એક મજૂરનું મોત, એક ઘાયલ

ડિટોનેટરની બ્લાસ્ટ કરતા સમયે કુવામાં ખોદકામ દરમ્યાન અચાનક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એક મજૂરનું ઘટના સ્થળ પર જ મોત થયું

ડિટોનેટરની બ્લાસ્ટ કરતા સમયે કુવામાં ખોદકામ દરમ્યાન અચાનક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એક મજૂરનું ઘટના સ્થળ પર જ મોત થયું

    સાબરકાંના ઈડર તાલુકામાં એક જગ્યા પર ડીટોનેટરથી બ્લાસ્ટ કરવામાં આવતા એક દુર્ઘટના સર્જાઈ જેમાં એક મજૂરનું મોત થયું છે, જ્યારે એક મજૂર ઘાયલ થયાના સમાચાર મળી રહ્યા છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, સાબરકાંઠાના ઈડર તાલુકાના મોટી વડોલ ગામ નજીક એક જગ્યા પર કુવામાં ડીટોનેટરથી બ્લાસ્ટ કરવાનું કામ ચાલી રહ્યું હતુ, આ સમયે કેટલાક મજૂરો પણ ત્યાં કામ કરી રહ્યા હતા. ડિટોનેટરની બ્લાસ્ટ કરતા સમયે કુવામાં ખોદકામ દરમ્યાન અચાનક બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટમાં એક મજૂરનું ઘટના સ્થળ પર જ મોત થયું છે, જ્યારે એક અન્ય મજૂર ગંભીર રીતે ઘાયલ થતા તેને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.

    આ ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસ હાલમાં એ જાણવાની કોશિસ કરી રહી છે કે આખરે કેવી રીતે દુર્ઘટના સર્જાઈ, કોની ભૂલના કારણે મજૂર કામ કરી રહ્યા હતા તે સમયે જ બ્લાસ્ટ થયો. મજૂરની લાશને પીએમ માટે મોકલી દેવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Detonator blasting, Detonator blasting in oder moti vadol village, Ider, Moti vadol village

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन