હિંમતનગરઃગૌચરમાંથી ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ

News18 Gujarati | Pradesh18
Updated: February 4, 2016, 2:13 PM IST
હિંમતનગરઃગૌચરમાંથી ગેરકાયદે ખનીજ ચોરીનો પર્દાફાશ
હિંમતનગરઃ હિમતનગર તાલુકાના હડીયોલ ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીની પર્દાફાશ થયો છે.અને સરકારને ચૂનો લગાડતા આ ખનીજ ચોરીઓ સામે હવે હિમતનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે.તો ખનીજ વિભાગે પણ આ ખનીજ ચોરો પાસેથી લાખોની રકમ વસુલવા તૈયારી શરુ કરી દીધી છે.

હિંમતનગરઃ હિમતનગર તાલુકાના હડીયોલ ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીની પર્દાફાશ થયો છે.અને સરકારને ચૂનો લગાડતા આ ખનીજ ચોરીઓ સામે હવે હિમતનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે.તો ખનીજ વિભાગે પણ આ ખનીજ ચોરો પાસેથી લાખોની રકમ વસુલવા તૈયારી શરુ કરી દીધી છે.

  • Pradesh18
  • Last Updated: February 4, 2016, 2:13 PM IST
  • Share this:
હિંમતનગર # હિમતનગર તાલુકાના હડીયોલ ગ્રામ પંચાયતની ગૌચર જમીનમાંથી ગેરકાયદેસર રીતે થતી ખનીજ ચોરીની પર્દાફાશ થયો છે.અને સરકારને ચૂનો લગાડતા આ ખનીજ ચોરીઓ સામે હવે હિમતનગર પોલીસ મથકે ફરિયાદ દાખલ થઇ છે.તો ખનીજ વિભાગે પણ આ ખનીજ ચોરો પાસેથી લાખોની રકમ વસુલવા તૈયારી શરુ કરી દીધી છે.

હિમતનગર તાલુકાના હડીયોલ ગામની ગૌચરમાંથી હજારો ટન રેતીનું ગેરકાયદેસર ખોદકામ કરનારા સામે હવે પોલીસે અને ખાણ-ખનીજ વિભાગે ગાળિયો કસ્યો છે.હડીયલ ગામના સર્વે નંબર 808 માં ગૌચરમાંથી એક માસ પહેલા ખનીજ ચોરો દ્વારા ગ્રામ પંચાયત કે ખાણ ખનીજ વિભાગની મંજુરી વિના હજારો ટન રેતીનું ખોદકામ કરી દેવાયું હતું.ત્યારે હડીયોલ ગામના સરપંચે આ બાબતે ખાણ-ખનીજ વિભાગનું ધ્યાન દોરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો...અને આ અંગે સરપંચે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખનીજ માફિયા વિરુધ્ધ ફરિયાદ દર્જ કરાવી છે.

ખાણ ખનીજ વિભાગે સ્થળ પર જઈને જી/પી.એસ મશીનથી ખનીજ ચોરીની માપણી કરતા કુલ 10945 મેટ્રિક ટન ખનીજની ચોરી થઇ હોવાનું બહાર આવ્યું હતું,,,ત્યારે અંદાજે 7.22 લાખ ની ચોરી થઇ હોવાનું માલુમ થતા ખાણ ખનીજ વિભાગે હડીયોલ સરપંચ અને તલાટીને આ ખનીજ ચોરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા જાણ કરી હતી..જેના અનુસંધાને હિમતનગર એ-ડીવીજન પોલીસ મથકે ખનીજચોરો સામે પોલીસ ફરિયાદ દાખલ થઇ હતી.

હાલમાં તો હડીયોલ ગામના સરપંચની સતર્કતાથી આ સમગ્ર મામલે ખનીજ ચોરો સામે પોલીસ ફરિયાદ નોધાઇ છે.બાકી જીલ્લામાંથી બે-રોકટોક ખનીજ ચોરીઓ થઇ રહી છે આમ છતાં ખાણ-ખનીજ વિભાગની રહેમ નજર તળે કોઈની સામે પણ પોલીસ ફરિયદ નોધાતી નથી.
First published: February 4, 2016, 2:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading