
હિંમતનગરઃ હિંમતનગરના ધાણધા વિસ્તારમાં જયભારત મીલના નવજીવન દાળ એકમમાં ભુગર્ભ ટાંકીમાં સફાઇ કરવા માટે ઉતરેલા બે શ્રમીકોના ગુંગળાઇ જવાથી મોત નિપજ્યા હતાં. તો તેમને બચાવવા માટે ત્રણ અન્ય મજુરો પણ ટાંકીમાં ઉતરતા તે પણ ગુંગળાઇ જવાથી બેભાન થઇ જતા સારવાર માટે ખસેડાયા હતાં. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો હતો. સાબરકાંઠાના હિંમતનગરના ધાણધા પાસે આવેલ જયભારત પલ્સ મીલના માલીકોની બેદરકારીને કારણે બે શ્રમીકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.