સાબરકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત યુવકનો નીકળ્યો વરઘોડો

News18 Gujarati
Updated: May 10, 2019, 4:03 PM IST
સાબરકાંઠામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દલિત યુવકનો નીકળ્યો વરઘોડો
પ્રાંતિજ દલિત પરિવારની તસવીર

સાબરકાંઠાના પ્રાંતિજમાં અનુસૂચિત જાતિના યુવકનો પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવાની ફરજ પડી હતી.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગરઃ મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામમાં અનુસૂચિત જાતિના યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો ત્યારે ગામના લોકોએ દલિત સમાજના લોકોનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ મુદ્દો હજી શાંત પડ્યો નથી કે સાબરકાંઠાના પ્રાંતિજમાં અનુસૂચિત જાતિના યુવકનો પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો કાઢવાની ફરજ પડી હતી.

મળતી માહિતી પ્રમાણે સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના સીતવાળા ગામમાં અનુસૂચિત જાતિના એક પરિવારમાં યુવકના લગ્ન પ્રસંગ હતો. જેના પગલે યુવકના પરિવારે ગુરુવારે રાત્રે રાસગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે કહેવાતા ભદ્ર સમાજના લોકોએ યુવકને રાસગરબા નહીં કરવા દેવાની ધમકી આપીને ગરબા બંધ કરાવ્યા હતા. અને બીજા દિવસે એટલે કે આજે શુક્રવારે યુવકનો જાન નીકળવાની હતી અને વરઘોડાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

જોકે, અન્ય સમાજના જૂથ દ્વારા આપવામાં આવેલી ધમકીના પગલે યુવકના પરિવારે પોલીસ સુરક્ષા માંગી હતી. આમ આજે ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ગામમાં આવી પહોંચ્યો હતો. અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે યુવકનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ-લ્હોર ગામમાં સતત બીજા દિવસે દલિતોનો બહિષ્કાર, સમાધાનના પ્રયાસો નિષ્ફળ

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં મહેસાણાના કડી તાલુકાના લ્હોર ગામમાં અનુસૂચિત જાતિના લોકોના બહિષ્કારના વિવાદનો આજે બીજો દિવસ છે.  ગઈકાલ મોડી રાત્રી સુધી મહેસાણા કલેકટર, રેન્જ આઈજી સહિતના અધિકારીઓએ સમાધાનના પ્રયાસો કર્યા પણ તે નિષ્ફળ રહ્યા હતા.ત્યારે આજે બીજા દિવસે પણ અનુસૂચિત જાતિના લોકો જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે વલખાં મારી રહ્યા છે.

ગામમાં અનુસૂચિત જાતિના 40 પરિવારો બહિષ્કારને લઈ મુશ્કેલીમાં મૂકાયા છે.. કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ગામમાં લોકલ પોલીસ સ્ટાફ તેમજ એસઆરપીની ટુકડી તૈનાત કરી દેવાઈ છે.. અત્યાર સુધી પોલીસે પાંચ લોકો સામે વિરુદ્ધ ગુનો દાખલ કરી ગુનેગારોની ધરપકડ પણ કરી છે.. અનુસૂચિત જાતિના લોકોની માગ છે કે આ બહિષ્કાર પાછો ખેંચવામાં આવે અને ભવિષ્યમાં કોઈ પણ યુવકના વરઘોડાનો આ રીતે વિરોધ ન થાય અને તેમની સાથે અસ્પૃશ્યતાભર્યું વર્તન ન થાય.. તો બીજી તરફ ઠાકોર સમાજ પણ પોતાની જીદ પર અડગ છે. 

 
First published: May 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading