Home /News /north-gujarat /સાબરકાંઠાઃકોંગ્રેસની રેલીમાં મોધવારીની નનામી લઈને પોલીસ ભાગી ગઈ

સાબરકાંઠાઃકોંગ્રેસની રેલીમાં મોધવારીની નનામી લઈને પોલીસ ભાગી ગઈ

હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લાના તલોદમાં કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસ દ્રારા મોંઘવારીના વિરોધ માં રેલી યોજાઇ હતી. મોંઘા શાકભાજીને લઇને શાકભાજીની લારી, બળદ ગાડા અને ઉંટલારી સાથે રેલી તલોદ શહેરના બજારમાં રેલી નિકાળી હતી. મોધવારીની નનામી લઈને પોલીસ ભાગી ગઈ હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
    હિંમતનગરઃ સાબરકાંઠા જીલ્લાના તલોદમાં કોંગ્રેસના ધારાસભ્યની આગેવાનીમાં જીલ્લા કોંગ્રેસ દ્રારા મોંઘવારીના વિરોધ માં રેલી યોજાઇ હતી. મોંઘા શાકભાજીને લઇને શાકભાજીની લારી, બળદ ગાડા અને ઉંટલારી સાથે રેલી તલોદ શહેરના બજારમાં રેલી નિકાળી હતી. મોધવારીની નનામી લઈને પોલીસ ભાગી ગઈ હતી.

    talod cong

    સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે આજે કોંગ્રેસે મોંઘવારીનાં વિરોધમાં મોધવારીની ઠાઠડી બનાવી અનોખી રીતે રેલી યોજી હતુ પરંતુ દબન કરતા પહેલા જ પોલીસ નનામી લઈને ફરાર થઈ ગઈ હતી. પેટ્રોલ, ડીઝલ, કઠોળ અને શાકભાજી સહિત જીવન જરૂરિયાતની ચીજોના વધતા જતા ભાવોને અંકુશમાં રાખવામાં ભાજપ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. ત્યારે આજે એના વિરોધમાં સાબરકાંઠા જીલ્લાના તલોદ ખાતે કોંગ્રેસે એક વિશાળ રેલી કાઢી હતી. ભાજપ સરકાર,આનંદીબેન અને નરેન્દ્ર મોદીની હાય હાય બોલાવતી આ રેલી તલોદ શહેરમાં ફરી હતી.

    શહેરમાં મોધવારીના વિરોધી રેલીમાં કાર્યકરો દ્રારા મોઘવારીની નનામી સ્મશાને જઈ રહ્યા હતા ત્યારે પોલીસે અને કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી અડધો કલાક સુધી ઠાઠરી માટે ઝપાઝપી ચાલી અને ત્યાર બાદ પોલીસે નનામી લઈને રફુચક્કર થઈ ગઈ હતી.આ કાર્યક્રમમાં પ્રાંતિજ અને તલોદના ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, જીલ્લા કોંગ્રેસ પ્રમુખ વિપુલ પટેલ સહીત કોંગ્રેસીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    First published:

    Tags: કોંગ્રેસ, ગુજરાત, મોંઘવારી વિરોધ, હિંમતનગર