'ચૂંદડીવાળા માતાજી'નું 91 વર્ષે નિધન, 28મી તારીખે તેમના આશ્રમમાં જ અપાશે સમાધી

News18 Gujarati
Updated: May 26, 2020, 12:17 PM IST
'ચૂંદડીવાળા માતાજી'નું 91 વર્ષે નિધન, 28મી તારીખે તેમના આશ્રમમાં જ અપાશે સમાધી
ફાઇલ તસવીર

મધરાતે 2.45 કલાકે મધરાત્રીએ તેમના વતન ચરાડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં

  • Share this:
અંંબાજી : પવિત્ર યાત્રાધામ અંબાજી (Ambaji) ખાતે 'ચૂંદડીવાળા માતાજી'  (chundadi vada mataji) તરીકે જાણીતા પ્રહલાદભાઇ જાનીનું (Prahlad Jani) 91 વર્ષે નિધન થયું છે. મધરાતે 2.45 કલાકે તેમના વતન ચરાડા ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. મોડીરાતે તેમને શ્વાસ લેવાની તકલીફ થઇ હતી. નોંધનીય છે કે, 80 વર્ષથી ચૂંદડીવાળા માતાજીએ અન્ન-પાણીનો ત્યાગ કર્યો હતો. જે સાયન્સ માટે પણ એક મોટો કોયડો સમાન બન્યો હતો.

મળતી માહિતી પ્રમાણે ગબ્બર ખાતે તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખવામાં આવશે. ગુરૂવારે 28મી તારીખે તેમના જ આશ્રમમાં સવારે 8 કલાકે તેમને સમાધી આપવામાં આવશે. ચૂંદડીવાળા માતાજીનાં નિધનથી તેમના ભક્તોમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.

આ પણ વાંચો- અમદાવાદ : કોરોનાથી બચવા માટે યાત્રીઓએ PPE કિટ પહેરીને ફ્લાઇટમાં મુસાફરી કરી

જાણાવવામાં આવી રહ્યું છે કે, જે પણ ભક્તો તેમના અંતિમ દર્શન માટે આવશે તેમને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવાશે. માતાજીની તબિયત છેલ્લા ઘણાં દિવસોથી નાદૂરસ્ત હતી. તેમને અમદાવાદ ખાતે પણ મેડિકલ તપાસ માટે લાવવામાં આવ્યાં હતાં. તેમનો કોરોના વાયરસનો રિપોર્ટ પણ કરાવવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો.

આ પણ જુઓ :
First published: May 26, 2020, 9:19 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading