રાજ્ય સરકારના બજેટથી સિરામીક ઉદ્યોગમાં ખુશીની લહેર

ગુજરાત સરકારનું રજૂ થયેલ બજેટમાં આ વખતે સરકાર દ્વારા સિરામીક ઉદ્યોગને ફાયદો થયો છે જે વેટનો દર 15 ટકા હતો જેને બજેટમાં ઘટાડી 5 ટકા કરાતા સિરામીક ઉદ્યોગમાં ખુશી જોવા મળી છે

ગુજરાત સરકારનું રજૂ થયેલ બજેટમાં આ વખતે સરકાર દ્વારા સિરામીક ઉદ્યોગને ફાયદો થયો છે જે વેટનો દર 15 ટકા હતો જેને બજેટમાં ઘટાડી 5 ટકા કરાતા સિરામીક ઉદ્યોગમાં ખુશી જોવા મળી છે

  • Pradesh18
  • Last Updated :
  • Share this:
સાબરકાંઠા# ગુજરાત સરકારનું રજૂ થયેલ બજેટમાં આ વખતે સરકાર દ્વારા સિરામીક ઉદ્યોગને ફાયદો થયો છે જે વેટનો દર 15 ટકા હતો જેને બજેટમાં ઘટાડી 5 ટકા કરાતા સિરામીક ઉદ્યોગમાં ખુશી જોવા મળી છે.

ગુજરાત સરકારનું રજૂ થયેલ બજેટમાં સરકાર દ્વારા ઉદ્યોગોની માંગણીઓ સ્વીકારતું બજેટ રજૂ કરવામાં આવ્યું છે, જેને લઈને સિરામીક ઉદ્યોગને ફાયદો થયો છે. આમ તો સાબરકાંઠામાં સિરામીકનો ઉદ્યોગ પહેલા મોટા પાયે હતો 22થી 23 જેટલી સિરામીકો હતી, પરંતુ વેટનો દર વધુ અને ગેસના વધુ દરને લઈને સિરામીકો 14 જેટલી થઈ ગઈ છે અને જે હતી તે પણ મંદ ગતીએ ચાલતી હતી ખાસ કરીને વેટનો દર જે 15 ટકા હતો જેથી સિરામીકોને નુકશાન જતુ હતુ.

પરંતુ આજે સરકાર દ્વારા બજેટમાં વેટનો દર 10 ટકા ઘટાડીને 5 ટકા કરી દેતા સિરામીક ઉદ્યોગ જગતને ફાયદો થયો છે અને જેને લઈને ગ્રાહકોને સસ્તા દરે માલ પહોંચાડી શકાશે ચાઈના કરતા સસ્તો માલ કરીને બજારમાં મુકી શકાય જેથી ચાઈના સામે પણ ટકી શકાય તેવો નિર્ણય લેવાયો છે. પરંતુ હજુ પણ સિરામીક ઉદ્યોગની એક માંગ છે કે, જો સરકાર ગેસના દરમાં ઘટાડો કરે તો આ ઉદ્યોગને વધુ વેગ મળી શકે તેમ છે. જો બજેટમાં ગેસનો ભાવ સરકાર ઘટાડે તો સિરામીક ઉદ્યોગ ફરીથી ઉભો થઈ શકે.
First published: