સાબરકાંઠા: બુટલેગરે દારૂ ભરેલી ગાડી PSI પર ચડાવી દેતાં પગમાં 4 ફ્રેક્ચર

News18 Gujarati
Updated: May 10, 2019, 1:20 PM IST
સાબરકાંઠા: બુટલેગરે દારૂ ભરેલી ગાડી PSI પર ચડાવી દેતાં પગમાં 4 ફ્રેક્ચર
બુટલેગરે દારૂ ભરેલી ગાડી PSI પર ચડાવી દેતાં પગમાં 4 ફ્રેક્ચર

ઉશ્કેરાયેલા બુટલેગરે દારૂ ભરેલી ગાડી પીએસઆઇ પર ચડાવી દીધી હતી

  • Share this:
ઇશાન પરમાર, સાબરકાંઠા: ગુનેગારો દ્વારા પોલીસ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, ત્યારે સાબરકાંઠામાંથી આવા જ સમાચાર સામે આવી રહ્યાં છે. પીએસઆઇએ બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતાં ઉશ્કેરાયેલા બુટલેગરે દારૂ ભરેલી ગાડી પીએસઆઇ પર ચડાવી દીધી હતી. જેમાં પીએસઆઈને ગંભીર ઇજા પહોંચી છે.

મળતી માહિતી પ્રમાણે, રાણી બોર્ડર નજીક આ ઘટના બની હતી. વિજયનગરના પીએસઆઇ વાય. વાય. ચૌહાણે એક બુટલેગરને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જે જોતાં બુટલેગર ઉશ્કેરાયો હતો અને દારૂ ભરેલી ગાડી પીએસઆઇ ચૌહાણ પર ચડાવી દીધી હતી. જેના પગલે પીએસઆઇ ચૌહાણને ગંભીર ઇજા પહોંચી હતી.

આ પણ વાંચો: રાજ્યના વાતાવરણમાં પલટો, વલસાડમાં વરસાદ, કચ્છમાં ધૂળની ડમરીઓ ઊડી

આ હુમલામાં પીએસઆઇ ચૌહાણના પગમાં ચાર ફ્રેક્ચર થયા હોવાનું જાણવા મળી રહ્યું છે. સાથે જ તેમને અન્ય ગંભીર ઇજાઓ પણ પહોંચી છે. આ મામલે પોલીસે બુટલેગર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
First published: May 10, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading