સાબરકાંઠા : ફિલ્મ સ્ટાર રણવીરસિંહ ઈડરની ગલીઓમાં એક્ટિવા પર ફર્યો

News18 Gujarati
Updated: January 22, 2020, 6:54 PM IST
સાબરકાંઠા : ફિલ્મ સ્ટાર રણવીરસિંહ ઈડરની ગલીઓમાં એક્ટિવા પર ફર્યો
ઈડરની ગલીઓમાં રણવીરસિંહે એક્ટિવાની સવારી કરી

ફિલ્મના શૂટિંગ માટે બોલિવૂડના સુપર સ્ટારના સાબરકાંઠામાં ધામા, ત્રણ દિવસથી ઈડરમાં થઈ શૂટિંગ થઈ રહ્યું છે.

  • Share this:
ઈડર : બોલિવૂડનો સુપર સ્ટાર રણવીરસિંહ છેલ્લા ત્રણ દિવસથી ઈડરનો મહેમાન બન્યો છે. પોતાના આગામી ફિલ્મના શૂટિંગ માટે રણવીર ઈડરની ગલીઓમાં ઘૂમી રહ્યો છે. આજે રણવીરસિંહે ફિલ્મના શૂટિંગની એક સિકવન્સ સમાપ્ત કર્યા બાદ ઈડર ભ્રમણ કર્યુ હતું. પોતાના નમ્ર સ્વભાવ માટે જાણીતો રણવીર ઈડરમાં એક્ટિવા પર ભમ્યો હતો.

પ્રાપ્ત અહેવાલ મુજબ ઈડરમાં છેલ્લા ત્રણ દિવસથી મુંબઈથી શૂટિંગના રસાલા સાતે બોલિવૂડ સ્ટાર રણવીર આવી પહોચ્યો છે. સૂત્રોના ટાંક્યા મુજબ આ ફિલ્મનું નામ જયેશ ભાઈ જોરદાર છે. રણવીરસિંહે આ ફિલ્મના શૂટિંગ બાદ આજે એક્ટિવા ચાલકની પાછળ બેસી અને મુખ્ય બઝારમાં ચક્કર માર્યો હતો. ગુજરાતી વ્યક્તિ જયેશભાઈના કિરદારને નિભાવી રહેલો રણવીર આજે કાયમની જેમ મસ્ત મૌલા જેવો દેખાયો હતો. રણવીરે ઈડરના ચાહકોને હાથ હલાવીને અભિવાદન કર્યુ હતું.

 આ પણ વાંચો :  Tiktok સ્ટાર કિર્તી પટેલે વિવાદ વિશે કહ્યું, 'મારી સામે નહીં છોકરીઓ સાથે ખોટું થતું હોય ત્યાં મર્દાનગી બતાવો'

ઉલ્લેખનીય છે કે આટલા મોટા ગજાનો સ્ટાર ઈડરમાં આવ્યો હોવાથી સ્થાનિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લોકો રણવીરની એક ઝલક મેળવવા માટે રસ્તા પર ગોઠવાઈ ગયા હતા. ફિલ્મનું શૂટિંગ એક રોડ પર થયું હતું તેની બંને બાજુ આવતા શોપિંગ કોમ્પલેક્સ તેમજ મકાનોમાં લોકોના ટોળેને ટોળા એકઠાં થઈ ગયા હતા. રણવીરે પણ એક્ટિવા પરથી તમામ ચાહકોને હાથ હલાવીને 'થેક્યૂ' કહ્યું હતું.ઈડરના સ્થાનિકોએ સ્વયંભૂ બંધ પાળ્યો

પ્રાપ્ત અહેવાલો મુજબ રણવીર ફિલ્મ દરમિયાન ઈડરીયા ગઢમાં પણ શૂટિંગ કર્યુ હતું ત્યારબાદ ફિલ્મ નિર્માણના રસાલા સાથે આજે ઈડરના ટાવર વિસ્તારમાં આવી પહોંચ્યા હતા. સામાન્ય દિવસોમાં ભીડભાડવાળા જણાતા ટાવર વિસ્તારમાં લોકોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. રણવીરસિંહના આગમથી જ ગામમાં ઉત્સાનો માહોલ જોવા મળ્યો હતો.
First published: January 22, 2020
વધુ વાંચો
अगली ख़बर