ન્યૂઝ18 ગુજરાતી: સાબરકાંઠા બેઠક પર ભાજપના દિપીસિંહ રાઠોડની જીત થઇ છે. તો સામે પક્ષે કોંગ્રેસ તરફથી ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોરની હાર થઇ છે.
ભાજપ ઉમેદવાર દીપસિંહ રાઠોડ 2.40 લાખ વોટથી આગળ ચાલી રહ્યાં છે.
ગુજરાત લોકસભા ચૂંટણીમાં 26 બેઠકોમાંથી સૌથી ઐતિહાસિક બેઠક ગણવી હોય તો તે સાબરકાંઠા લોકસભાની બેઠક ગણી શકાય. રાજકીય રીતે પણ આ બેઠક ઐતિહાસિક છે. ભારત દેશ આઝાદ થતાં જ 1951માં સૌ પ્રથમ ચૂંટણી આ બેઠક પર યોજવામાં આવી હતી.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પાંચ વર્ષ અગાઉ કુલ મતદારો 16,12,165 હતા તેમાં પાચ વર્ષ બાદ 1,66,522 નવા મતદારો નોધાયા છે. આ નવા મતદારોમાં મુખ્યત્વે યુવા મતદારોનો સમાવેશ થાય છે. આ વખતે આ મતદારો ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે ત્યારે ભાજપ અને કોગ્રેંસ તેમને પોતાની તરફે કરવા એડીચોટનું જોર લગાવી રહ્યું છે. વર્ષ 2006માં કેન્દ્રિય ચુંટણી પંચ દ્વારા નવું સીમાંકન જાહેર કરાયું ત્યારથી સાબરકાંઠાને સ્વતંત્ર બેઠક મળી છે. તે અગાઉ સાબરકાંઠા બેઠકના કેટલાક વિસ્તારો કપડવંજ બેઠકમાં હતા.
Published by:Bhoomi Koyani
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર