અમૂલ બનાસકાંઠામાં નાંખશે નવો પ્લાન્ટ, રાજકોટમાં બનાવશે મીની મધર ડેરી

News18 Gujarati
Updated: May 29, 2019, 11:50 AM IST
અમૂલ બનાસકાંઠામાં નાંખશે નવો પ્લાન્ટ, રાજકોટમાં બનાવશે મીની મધર ડેરી
અમૂલ પ્લાન્ટ (ફાઇલ તસવીર)

ગત વર્ષની સરખામણીમાં GCMMFના ટર્નઓવરમાં 13 ટકાનો વધારો થયો છે. આ વર્ષે GCMMFનું ટર્નઓવર 33,150 કરોડે પહોંચ્યું છે.

  • Share this:
આનંદ જયસ્વાલ, બનાસકાંઠા : દૂધ ઉત્પાદન ક્ષેત્રે એશિયામાં નામના ધરાવતું અમૂલ ફેડરેશન આગામી વર્ષોમાં બનાસકાંઠા અને હિંમતનગર ખાતે બે નવા પ્લાન્ટ નાંખશે. મળતી માહિતી પ્રમાણે આગામી બે વર્ષમાં અમૂલ ફેડરેશન ઉત્પાદન વધારવા માટે દેશભરમાં રૂ. 1200 કરોડનું રોકાણ કરશે. આ ઉપરાંત ખર્ચ ઘટાડવા માટે રાજકોટ ખાતે મીની મધરડેરી બનાવવામાં આવશે.

મંગળવારે GCMMF(Gujarat Cooperative Milk Marketing Federation Ltd)ની મળેલી સામાન્ય સભામાં ચેરમેન રામસિંહ પરમારે અને મેનેજિંગ ડિરેક્ટર આર.એસ. સોઢીએ આ માહિતી આપી હતી. GCMMFના વહીવટકર્તાઓના જણાવ્યા પ્રમાણે બનાસકાંઠા અને હિંમતનગર ખાતે નવા પ્લાન્ટની સાથે સાથે વિસ્તૃતિકરણની પણ ફેડરેશનની યોજના છે. દેશભરમાં દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે આ વિસ્તૃતિકરણનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

રામસિંહ પરમારના જણાવ્યા પ્રમાણે રાજકોટ નજીક આગામી બે વર્ષમાં મીની મધર ડેરી બનાવવામાં આવશે. આના કારણે સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદક સંઘોએ દૂધ તેમજ પ્રોડક્ટ્સ લાવવા કે લઈ જવા માટે અમદાવાદ નજીક આવેલા યુનિટ સુધી લાંબુ થવું નહીં પડે. સૌરાષ્ટ્રનું દૂધ રાજકોટ નજીક જ એકઠું થશે જેનાથી ખર્ચ અને સમયની પણ બચત થશે.

GCMMFના ટર્નઓવરમાં 13 ટકાનો વધારો

આ પ્રસંગે જીસીએમએમએફના ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યું હતું કે ગત વર્ષની સરખામણીમાં GCMMFના ટર્નઓવરમાં 13 ટકાનો વધારો થયો છે. આ વર્ષે GCMMFનું ટર્નઓવર 33,150 કરોડે પહોંચ્યું છે. આગામી વર્ષોમાં આ ટર્નઓવર 50 હજાર કરોડ સુધી પહોંચવાની શક્યતા ડિરેક્ટર સોઢીએ વ્યક્ત કરી હતી.
First published: May 29, 2019, 8:45 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading