Home /News /north-gujarat /

નવરાત્રીમાં ખુલ્લુ રહેશે અંબાજી મંદિર, જાણી લો દર્શનનાં સમયમાં થયેલો ફેરફાર

નવરાત્રીમાં ખુલ્લુ રહેશે અંબાજી મંદિર, જાણી લો દર્શનનાં સમયમાં થયેલો ફેરફાર

ફાઇલ તસવીર

મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.

  માઇ ભક્તો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. કોરોના વાયરસને (coronavirus) કારણે ઇતિહાસમાં પહેલીવાર ચૈત્રી નવરાત્રીમાં જગત જનની અંબાજીનું (Ambaji) માતાનું મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવ્યું હતુ. ભક્તોએ ચૈત્રી નવરાત્રીમાં (Navratri 2020) ઓનલાઇન દર્શન કર્યા હતા. જ્યારે 17મી ઓક્ટોબરથી શરૂ થતી નવરાત્રીના નવેય દિવસ માતાજીનું મંદિર ભક્તો માટે ખુલ્લું રહેશે. પરંતુ મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિરના દર્શનનો સમય બદલવામાં આવ્યો છે.

  તમને જણાવીએ કે, પ્રથમ નોરતા, 17 ઓક્ટોબરનાં દિવસે, અંબાજી મંદિરમાં ઘટ સ્થાપનનો સમય સવારે 8:15થી 9: 00 છે.નવરાત્રી આઠમના દિવસે સવારે 6 વાગે આરતી થશે. અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી પ્રેસનોટ જાહેર કરીને જાહેર જનતા માટે આ માહિતી આપવામાં આવી છે.

  અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી 17/10/2020થી સમય નીચે મુજબ રહેશે

  અંબાજી મંદિરમાં સવારે આરતી 7:30 વાગે થશે.
  સાંજે આરતી 6:30 વાગે થશે.
  બપોરે મંદિર 4:15 વાગે બંધ થશે
  અંબાજી મંદિર નવરાત્રી દર્શન સમય

  સવારે આરતી 7:30 થી 8
  સવારે દર્શન 8 થી 11:30
  બપોરે રાજભોગ 12 વાગે
  બપોરે દર્શન 12:30 થી 4: 15
  સાંજે આરતી6:30 થી 7:00
  સાંજે દર્શન 7 થી 9

  આ પણ વાંચો - આજથી ગુજરાતથી મહારાષ્ટ્ર વચ્ચે ST બસ સેવા અને દિલ્હી-કંડલા ફ્લાઇટ શરૂ થશે

  રાજ્ય સરકાર દ્વારા માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જે અનુસાર રાજ્યમાં કોઈપણ ગરબાનું જાહેરમાં આયોજન કરી શકાશે નહીં. નવરાત્રી દરમિયાન જાહેરમાં ખુલ્લી જગ્યાએ ગરબી/મૂર્તિની સ્થાપના અને પૂજા-આરતી કરી શકાશે, પરંતુ ફોટા કે મૂર્તિને ચરણ સ્પર્શ કરી શકાશે નહીં. પ્રસાદ વિતરણ પણ નહીં કરી શકાય. 200થી વધુ વ્યક્તિ એકત્રિત થઈ શકશે નહીં તેમજ આ કાર્યક્રમનો સમય એક કલાકનો જ રહેશે.

  આ પણ જુઓ - 

  તમામ એસઓપીનું પાલન અવશ્ય કરવાનું રહેશે.કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સામાજિક, શૈક્ષણિક, રમતગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક સમારોહનાં આયોજનમાં પણ કેટલીક ચોક્ક્સ શરતોને આધીન પરવાનગી અપાશે. છ ફૂટની દૂરી સાથેનું ફિઝિકલ ડિસ્ટન્સ અને એ માટે ફ્લોર માર્કિંગ કરવાનું રહેશે.

  શેર બજારનું કામ કરતા પતિ-પત્નીએ પોતાના ફ્લેટમાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી, અચાનક દંપતીએ મોતને કેમ વ્હાલું કર્યું?
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Navratri, Navratri 2020, Navratri Tradition, અંબાજી, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन