અમદાવાદઃ રાજ્યમાં સૌથી ગરમ શહેર ઇડરમાં 43.4 ડિગ્રી

News18 Gujarati
Updated: March 29, 2018, 8:04 PM IST
અમદાવાદઃ રાજ્યમાં સૌથી ગરમ શહેર ઇડરમાં 43.4 ડિગ્રી
રાજ્યમાં સૌથી ગરમ શહેર ઇડરમાં 40.4 ડિગ્રી, તાપમાનમાં હજુ વધારો થશે.

  • Share this:
અમદાવાદઃ રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે ગરમીનું રોજેરોજ પ્રમાણ વધી રહ્યું છે. મહત્ત્વની વાત એ છે કે પવનની દિશા બદલાતાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધુ વધ્યું છે. આજે રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ઇડરમાં 43.4 ડિગ્રી નોંધાયું છે.

મળતી વધુ વિગત મુજબ, રાજ્યમાં પશ્ચિમ અને ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાવાને કારણે અને પવનની દિશા બદલાતાં રાજ્યમાં ગરમીનું પ્રમાણ એકાએક વધી જતાં લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ મહત્તમ તાપમાન ઇડરમાં 43.4 નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 42.8, કંડલા પોર્ટમાં 42.6 ડિગ્રી, નલિયામાં 42.5 ડિગ્રી, ડીસામાં 42.4 ડિગ્રી, રાજકોટમાં 41.6 ડિગ્રી, ભુજમાં 41.6 ડિગ્રી, ગાંધીનગરમાં 41.2 ડિગ્રી, અમદાવાદમાં 41 ડિગ્રી અને વડોદરામાં 40.5 ડિગ્રી મહત્ત્મ તાપમાન નોંધાયું છે.રાજ્યમાં મોટે 40 ડિગ્રીથી ઉપર તાપમાન નોંધાયું છે.

હવામાન ખાતાની આગાહી મુજબ આવનારા બે દિવસ વધુ હીટવેવ રહેશે અને લોકોને કામ સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે 30 અને 31 માર્ચ એમ બંને દિવસે હીટવેવ રહેવાની હવામાન ખાતા દ્વારા વોર્નિંગ આપવામાં આવી છે. અમદાવાદમાં યલો વોર્નિંગ આપવામાં આવી છે.  આવનારા બે દિવસમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં  વધુ તાપમાન રહેવાની આગાહી હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે. વધુ વિગત જાણવા માટે વિડિયો પર ક્લિક કરોઃ

First published: March 29, 2018
વધુ વાંચો
अगली ख़बर