હિંમતનગરઃ પતિ અને પાંચ બાળકોને ઓરડામાં બંધ કરી મહિલા ઉપર ગેંગરેપ

કાર બગડી હોવાનું બહાનું કાઢીને મહિલાની ઇજ્જત લૂંટવાની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી.

News18 Gujarati
Updated: July 24, 2019, 5:31 PM IST
હિંમતનગરઃ પતિ અને પાંચ બાળકોને ઓરડામાં બંધ કરી મહિલા ઉપર ગેંગરેપ
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: July 24, 2019, 5:31 PM IST
ઈશાન પરમાર,સાબરકાંઠાઃ હિંમતનગરની પાસે આવેલા ગામમાં રાત્રી દરમિયાન કારમાં આવેલા પાંચ લોકોએ ઘરનું બારણું ખખડાવીને મદદની માંગી કરી હતી. અને ત્યારબાદ પતિ સહિત બાળકોને ઓરડામાં બંધ કરીને પરિણીતા ઉપર ગેંગરેપ કર્યો હતો. કાર બગડી હોવાનું બહાનું કાઢીને મહિલાની ઇજ્જત લૂંટવાની ઘટનાએ પોલીસને દોડતી કરી હતી. પોલીસે નાકાબંધ કરીને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

હિમતનગર તાલુકાના ગઢોડા ગામમાં વહેલી પરોઢે ગેંગ રેપની ઘટના બનતા પોલીસ દોડતી થઇ ગઈ છે. હિમતનગર તાલુકાના હડીયોલ - અનેરા રોડ પર રહેતા આદિવાસી પરિવાર પાસે આજે બુધવારે પરોઢે ત્રણ વાગે સફેદ કલરની કારમાં આવેલા લોકોએ પાણી માંગ્યું હતું. બાદમાં એ લોકોએ પીડિતાના પતિ સહીત પાંચ સંતાનોને ખેતરની ઓરડીમાં બંધ કરીને બે ઇસમોએ મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો. અને ત્યારબાદ પરિવારજનો સાથે મહિલાને પણ ઓરડીમાં બંધ કરી બહારથી સ્પોપર બંધ કરીને અંદર પુરી દીધા હતા. ત્યારે આ અંગેની ફરિયાદ એ ડીવીઝન પોલીસ મથકે નોધાતા એલ.સી.બી સહીત એસ.ઓ.જી પોલીસે આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.

આ સમગ્ર મામલે પોલીસે એસઓજી, એફએસએલ વાન, ડોગ સ્કોર્ડ, અને વિવિધ પોલીસની ટીમો બનાવી હતી. તો સીસીટીવીમાં કેદ થયેલ સફેદ કલરની મહિન્દ્રા જાયલો રામાભાઈ અભાભાઈ વાદીની હોવાનુ શોધી કાઢી ખાનગી રાહે બાતમીદારોથી માહિતી મેળવતા ચાંદ ટેકરી મોડાસા ખાતે ઢોર ટરાવવાની ટેવ વાળા ઈસમોને લઈને કારમાં લઈ જુદા જુદા ઠેકાણે ફરતો હતો. દુષ્કર્મના દિવસે પણ રાત્રી સમયે આ કાર લઈને તમામ લોકો ત્યા ગયા હતા અને પાણીના બહાને અંદર ગુસીને શાહરુક મુલ્તાની અને તોફિક મુલ્તાનીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

અન્ય ત્રણ લોકોએ પતિ સાથે મારામારી કરીને પાંચ બાળકોને ઓરડીમાં પુરી દીધા હતા. પોલીસે સીસીટીવીના આધારે કારનો નંબર જોઈ પોલીસે પહેલા બે આરોપીઓને ઝડપ્યા અને બાદમાં અરવલ્લી ખાતે અન્ય એક આરોપીઓની પણ અટકાયત કરી હતી. તો અન્ય બાકી બે આરોપીઓને ઝડપવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે..

વહેલી પરોઢે આ સમગ્ર ઘટનાને અંજામ આપી કારમાં સવાર પાંચ શખ્શો ફરાર થઈ ગયા છે તો પોલીસે ઘટના સ્થળે પહોચી વધુ તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં ત્રણ આરોપીઓની અટકાયત કરી છે તો અન્ય બે આરોપીઓને ઝડપવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

આરોપીઓ-
Loading...

રામાભાઈ અભાભાઈ વાદી- માલવણ, તા- તલોદ, સાબરકાંઠા
શાહરુખ યાકુબભાઈ મુલ્તાની- મોડાસા, તા- મોડાસા, અરવલ્લી
તોફિક સફી શેરખા મુલ્તાની- ચાંદ ટેકરી મોડાસા, અરવલ્લી
સીરાજ યુસુફ મુલ્તાની- ચાંદટેકરી, મોડાસા, અરવલ્લી
જીદ યુસુફ મુલ્તાની-ચાંદટેકરી મોડાસા, સાબરકાંઠા
First published: July 24, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...