સાબરકાંઠા: 15 દિવસથી માચડા પર પડી છે 11 વર્ષની છોકરીની લાશ

News18 Gujarati
Updated: March 28, 2018, 12:33 PM IST
સાબરકાંઠા: 15 દિવસથી માચડા પર પડી છે 11 વર્ષની છોકરીની લાશ

  • Share this:
સાબરકાંઠામાં એક હચમચાવી નાંખે તેવી ઘટના સામે આવી છે. સાબરકાંઠાના પોશીના તાલુકાના દન્ત્રાલ ગામે એક 11 વર્ષની છોકરીની લાશ 15 દિવસથી માચડા પર મુકી રાખવામાં આવી છે. જો કે તેનું મોત કયા કારણે થયું છે તેની જાણ હજી થઈ નથી.

ગામ લોકોએ આ અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી હાથ ધરી નથી. ગામ લોકોએ આ અંગે કહ્યું હતું કે જ્યાં સુધી આ બાળકીને મારનાર આરોપી પકડાશે નહીં ત્યાં સુધી અમે તેની અંતિમક્રિયા કરીશું નહીં. આખા ગામમાં આ ઘટનાથી રોષ ભભૂકી રહ્યો છે. બાળકીના મૃતદેહ સાથે તેના થોડા કપડા પણ મુકેલા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં પણ ફરી રહ્યો છે.આ મામલે સવાલ એ થાય કે પોલીસ આ મામલે પોતાની કાર્યવાહી કેમ નથી કરી રહ્યાં.

ગોંડલમાં યુવતીએ ઝેરી દવા ગટગટાવી
ગોંડલના અને છેલ્લા 20 વર્ષથી સુરત સ્થાયી થયેલ લુહાર પરિવારની પુત્રીએ માતા-પિતાએ પ્રેમલગ્નની ના પાડતા ઝેરી દવા પી લેતાં મોત નીપજ્યું છે. સુરતના વરાછા રોડ ઉપર આવેલ સહજાનંદ સોસાયટીમાં રહેતા લુહાર જગદીશભાઈ પરમારની પુત્રી રાધિકાએ સુરતથી ગોંડલ આવતી વેળાએ ઝેરી દવા પી લીધી હોય તેનું મોત નીપજતા મૃતદેહને પીએમ માટે ગોંડલ સરકારી દવાખાને લાવવામાં આવ્યો હતો.
First published: March 28, 2018
વધુ વાંચો
अगली ख़बर