મોડાસાઃદલિત પોસ્ટમેનની જમીન પડાવી લીધી,ફરિયાદ કરી તો ફાંસો ખાવો પડ્યો!

A
Updated: January 1, 1970, 5:30 AM IST
મોડાસાઃદલિત પોસ્ટમેનની જમીન પડાવી લીધી,ફરિયાદ કરી તો ફાંસો ખાવો પડ્યો!
મોડાસાઃમોડાસાના દધાલીયા ગામે પિતા-પુત્ર દ્વારા દલિત પોસ્ટમેનની જમીન પચાવી પાડવા મામલે પોસ્ટમેન દ્વારા કરેલ ફરિયાદ પાછી ખેંચવા અને ગામ છોડી જતા રહેવા ધમકી અપાતા પોસ્ટમેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના ખિસ્સામાંથી મળેલ સ્યુસાઇડ નોટ આધારે પોલીસે 6 શખ્સો સહીત 16 સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
મોડાસાઃમોડાસાના દધાલીયા ગામે પિતા-પુત્ર દ્વારા દલિત પોસ્ટમેનની જમીન પચાવી પાડવા મામલે પોસ્ટમેન દ્વારા કરેલ ફરિયાદ પાછી ખેંચવા અને ગામ છોડી જતા રહેવા ધમકી અપાતા પોસ્ટમેને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. મૃતકના ખિસ્સામાંથી મળેલ સ્યુસાઇડ નોટ આધારે પોલીસે 6 શખ્સો સહીત 16 સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. મોડાસાના દાધલીયા ગામના રહીશ જીગર મહેતા અને જેઠાભાઇ મહેતા દ્વારા ગામના જ પોસ્ટમેન તરીકે નોકરી કરતા જયંતિભાઈ ચમારની જમીન બારોબર પોતાના નામે કરાવી દીધી હતી. તે બાબતે જયંતિભાઈ ચમારે પોતાના સાથે આ પિતા પુત્ર દ્વારા છેતરપિંડી કરાયાની 11 ફેબ્રુઆરીના રોજ મોડાસા રૂલર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદના સંદર્ભે જીગર મહેતા અને જેઠાભાઇ મહેતા સહીત 6 ઈસમો દ્વારા ફરિયાદ પછી ખેંચી લેવા તેમજ ગામ છોડી જતા રહેવા જયંતિભાઈ ચમારને ધાક ધમકી આપી દબાણ કરવામાં આવતું હતું. આરોપી એવા પિતા પુત્ર દ્વારા બીજા 10 જેટલા માથા ભારે ઈસમો દ્વારા પણ ફરિયાદ પાછી ખેંચી લેવા વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી. જેથી જયંતિ ચમાર શારીરિક અને માનસિક રીતે ત્રસ્ત થઇ ગયા હતા.આજે જયંતિ ભાઈએ ગળે ફાંસોખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જમીન મામલે કરેલ ફરિયાદ પાછી ખેંચવા ના દબાણ થી કંટાળી જયંતિ ભાઈ ચામારે કરેલી આત્મહત્યા બાદ મોડાસા રૂલર પોલીસે સ્થળ પર આવી તાપસ કરતા મૃતકના ખિસ્સામાંથી જિલ્લા કલેકટર ને સંબોધી લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. તેમાં આરોપીઓ દ્વારા ધાક ધમકી આપી ફરિયાદ પાછી ખેંચી લેવા અને ગામ છોડી જતા રહેવા બાબતે વારંવાર દબાણ કરતુ હોવાથી હું આત્મહત્યા કરુંછું તેનો ઉલ્લેખ છે. પોલીસે સુસાઇડ નોટ આધારે જમીન પચાવી પાડનાર પિતા પુત્ર અને અન્ય 4 અને બીજા 10 સહીત કુલ 16 વ્યક્તિઓ સામે મૃતકને આત્મહત્યા કરવા મજબુર કરવા ના આરોપસર ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ લોકો સામે ફરિયાદ ૧. જીગર જેઠાલાલ મહેતા, રહે દધાલીયા ૨. જેઠાલાલા ભુરાલાલ મહેતા રહે દધાલીયા ૩. જયંતિલાલા હરીભાઇ પટેલ, ઉમેદપુર ૪.હિરાભાઇ રામાભાઇ પટેલ ઉમેદપુર ૫.હરેશ ગલબાભાઇ પટેલ, ઉમેદપુર ૬.દિપેશ મુળાભાઇ પટેલ, રહે દધાલીયા
First published: February 21, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर