Home /News /north-gujarat /પીએમ મોદીના મિત્ર 'અબ્બાસ'નું વડનગરમાં છે ઘર, જુઓ આ ખાસ Video

પીએમ મોદીના મિત્ર 'અબ્બાસ'નું વડનગરમાં છે ઘર, જુઓ આ ખાસ Video

અબ્બાસભાઇની ફાઇલ તસવીર અન તેમનું ઘર

PM Modi friend Abbas: 'એક રીતે અબ્બાસ અમારા ઘરે રહીને જ ભણ્યો. મા અમારા સૌ બાળકોની સાથે અબ્બાસની પણ ખૂબ સંભાળ રાખતી. ઈદ વખતે મા અબ્બાસ માટે તેની પસંદના પકવાન બનાવતી હતી.'

વડનગર: શનિવારે વડાપ્રધાન મોદી (PM Modi Gujarat VIsit) ગુજરાત પ્રવાસે આવ્યા હતા. પીએમ મોદીના માતા હીરા બાનો (Hira Baa birthday) પણ કાલે 100 વર્ષના થયા હતા. ત્યારે તેમણે બ્લોગ (PM Modi Blog) લખ્યો હતો, જેમા અબ્બાસનો (PM Modi friend Abbas) ઉલ્લેખ કર્યો હતો. અબ્બાસ પીએમ મોદીના વડનગરના ઘરે રહેતો હતો. ત્યારે આજે અમારા સંવાદદાતાએ અબ્બાસના ઘરની મુલાકાત લીધી હતી. આ સાથે પીએમ મોદીના મોટા ભાઇ સોમાભાઇ મોદી સાથે અબ્બાસભાઇ અંગે વાત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, અબ્બાસ ઘણાં જ શાંત સ્વભાવના, નિર્મોહી અને ઝઘડાથી દૂર રહેનારા વ્યક્તિ છે.

હાલ સિડનીમાં છે

જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના મિત્રિ અંગે વાત કરી છે ત્યારથી તેમના મુસ્લિમ મિત્ર 'અબ્બાસ' વિશે સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચા ચાલી રહી છે. લોકોને તેઓ હાલ ક્યાં છે અને શું કરી રહ્યાં છે તે જાણવામાં પણ ઘણો જ રસ છે. મળતી માહિતી પ્રમાણે, તેઓ હાલ ઓસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પોતાના દીકરાની સાથે રહે છે. જ્યારે વડનગરમાં આવેલા ઘરમાં તેમનો બીજો દીકરો રહે છે.

આ પણ વાંચો:  આણંદમાં તળાવમાં ખોદકામ સમયે દેખાયું શિવલિંગ

ઈદ વખતે માતા અબ્બાસ માટે ભાવતી વાનગીઓ બનાવતી

પીએમ મોદીએ અબ્બાસ અંગે લખ્યું હતું કે, બાળપણમાં અબ્બાસ એક રીતે અમારા ઘરે રહીને જ ભણ્યો. અમે સૌ બાળકોની સાથે માતા અબ્બાસની પણ ખૂબ જ સંભાળ રાખતી હતી. ઈદ વખતે માતા અબ્બાસ માટે તેને ભાવતી વાનગીઓ પણ બનાવતી હતી. મહત્ત્વનું છે કે, તેમને બે દીકરાઓ છે જેમાં નાનો દીકરો ઓસ્ટ્રેલિયા જ્યારે મોટો દીકરો ગુજરાતના કેસીંપા ગામમાં રહે છે. તેઓ સરકારમાં ક્લાસ-2 કર્મચારી તરીકે કામ કરતા હતા. તેઓ ફુડ એન્ડ સપ્લાય વિભાગમાં હતા અને તેઓ હાલ નિવૃત્ત છે.



અબ્બાસ અમારા ઘરે રહીને જ ભણ્યો

આ સાથે વડાપ્રધાને પોતાના બ્લોગમાં અબ્બાસનો ઉલ્લેખ કરતા તેમણે વધુમાં કહ્યુ કે, 'મા હંમેશા બીજાને ખુશ જોઈને ખુશ રહ્યા કરે છે. ઘરમાં જગ્યા ભલે ઓછી હોય પરંતુ તેમનું દિલ ખૂબ મોટું છે. અમારા ઘરથી થોડે દૂર એક ગામમાં મારા પિતાના ખૂબ અંગત મુસ્લિમ મિત્ર રહેતા હતા. તેમના દીકરાનું નામ અબ્બાસ હતું. દોસ્તના અણધાર્યા મૃત્યુ બાદ પિતાજી અસહાય અબ્બાસને અમારા ઘરે જ લઈ આવ્યા હતા. એક રીતે અબ્બાસ અમારા ઘરે રહીને જ ભણ્યો. મા અમારા સૌ બાળકોની સાથે અબ્બાસની પણ ખૂબ સંભાળ રાખતી. ઈદ વખતે મા અબ્બાસ માટે તેની પસંદના પકવાન બનાવતી હતી. એટલું જ નહીં, તહેવારો વખતે આજુબાજુના કેટલાક બાળકો અમારા ઘરે આવીને જ ભોજન કરતા હતા. તેમને પણ મારી માતાના હાથે બનાવેલું ભોજન ખૂબ પસંદ હતું.
First published:

Tags: ગુજરાત, વડનગર, વડાપ્રધાન મોદી

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો