ન્યૂઝ18 ગુજરાતી : ભ્રષ્ટાચારના આરોપ બાદ પાટણ ખાતે આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર (VC)ને તેમના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે મચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. બાબુ પ્રજાપતિને હાલ ફરજિયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે. પ્રો. બાબુ પ્રજાપિત પર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યો હતો. ભ્રષ્ટાચારના આરોપ બાદ તેમની સામે આવા પગલાં ભરવામાં આવ્યા છે.
લોકાયુક્તના અહેવાલમાં વાઇસ ચાન્સેલરે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને કેટલીક ગેરરીતિ તેમજ ભ્રષ્ટાચાર આચર્યાનો ખુલાસો થાય બાદ તેમની સામે આવી કાર્યવાહી કરવામાં આવી છે.
આ મામલે નિવેદન આપતા રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને હાલ રજા પર ઉતારી દેવાયા છે. કુલપતિ બાબુ પ્રજાપતિ સામે લોકાયુક્તમાં ફરિયાદ થઈ છે.
બીજી તરફ રાજ્ય સરકારે ડો.બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી અમદાવાદના વાઇસ ચાન્સેલર તરીકે ડો.અમીબહેન ઉપાધ્યાયની નિમણૂક કરી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર