પાટણ યુનિ.માં 1.86 કરોડનો ભ્રષ્ટાચાર,2 ઈજનેરો સસ્પેન્ડ

A
Updated: January 1, 1970, 5:30 AM IST
પાટણ યુનિ.માં 1.86 કરોડનો ભ્રષ્ટાચાર,2 ઈજનેરો સસ્પેન્ડ
પાટણઃપાટણ યુનિ.માં 1.86 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.કન્વેશન હોલ સહિત અન્ય 3 બાંધકામમાં ભ્રષ્ટ્રાચાર થયો હતો.યુનિ.ના ઈજનેરો દ્વારા ખોટા બીલ પાસ કરી દેવાયા હતા.યુનિ. દ્વારા ભ્રષ્ટાચાર મામલે 2 ઈજનેરોને સસ્પેન્ડ કરાયા છે.ભ્રષ્ટાચારની રકમ સહિત દંડ પરત લેવાનો આદેશ પણ કર્યો છે.ભ્રષ્ટાચારની રકમ પરત નહીં ચુકવે તો યુનિ. પોલીસ ફરિયાદ કરશે.
A
Updated: January 1, 1970, 5:30 AM IST
પાટણઃપાટણ યુનિ.માં 1.86 કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે.કન્વેશન હોલ સહિત અન્ય 3 બાંધકામમાં ભ્રષ્ટ્રાચાર થયો હતો.યુનિ.ના ઈજનેરો દ્વારા ખોટા બીલ પાસ કરી દેવાયા હતા.યુનિ. દ્વારા ભ્રષ્ટાચાર મામલે 2 ઈજનેરોને સસ્પેન્ડ કરાયા છે.ભ્રષ્ટાચારની રકમ સહિત દંડ પરત લેવાનો આદેશ પણ કર્યો છે.ભ્રષ્ટાચારની રકમ પરત નહીં ચુકવે તો યુનિ. પોલીસ ફરિયાદ કરશે. પાટણ હેમચંદ્રાચાર્ય યુનીવર્સીટી માં બે વર્ષ અગાઉ બનેલ કન્વેશનલ હોલ , આર્કિટેક્ચર વિભાગ ,સિલ્વર જુબલી પાર્ક તેમજ ગેસ્ટ હાઉસ ના આશરે ૭ કરોડ ના ખર્ચે નવા મકાનોના બાંધકામ કરવામાં આવ્યા ત્યારે ચારેય મકાનો ના બાંધકામમાં સમય મર્યદા પૂરી થવા છતાં કામ પૂર્ણ ના કરી સમય મર્યદા સાથે બાંધકામનો ખર્ચ પણ વધારી આશરે દસ કરોડ કરવામાં આવ્યો હતો. ત્યારે આ બાબતે યુની.ના સેનેટ સભ્યો દ્વારા તપાસ કરી તમામ બાંધકામમાં ગેરરીતી આચરવામાં આવી હોઈ કરોડોનો ભષ્ટાચાર હોવાની રજૂઆત કરવામાં આવી હતી. અને તેની તપાસ માટે પૂર્વ જજ લેરી ની અધ્યક્ષતામાં કમિટી બનાવી સમગ્ર બાંધકામોની તપાસ કરતા કરોડોનો ભષ્ટાચાર બહાર આવ્યો હતો અને તેના રીપોર્ટ બાદ યુનિવર્સિટીની કમિટી દ્વારા રી તપાસ કરતા 1કરોડ ૮૬ લાખ ના ખોટા બીલ રજુ કરી ઈજનરો અને કોન્ટ્રાક્ટરોની મિલી ભગતથી યુનીવર્સીટી સાથે ગેરરીતી આચરી હોઈ આજરોજ યુનિવર્સિટીના વહીવટ ભવન ખાતે મળેલ કારોબારી બેઠક માં યુનીવર્સીટીના ઈજનેર કિરીટ ગજ્જર અને ભુપેન્દ્ર પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અને જે રકમ ના ખોટા બીલ બનાવી યુનિ પાસેથી લીધેલ તમામ રકમ ૧૮ ટકા વ્યાજ સાથે પરત ચુકવવા આદેશ કર્યો છે. જો રકમ પરત નહિ ચુકવવામાં આવે તો તેમના પર યુનીવર્સીટી દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.
First published: March 22, 2017
पूरी ख़बर पढ़ें
अगली ख़बर