Home /News /north-gujarat /પાટણઃ ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ચાલક વગર બાઈક દોડતું રહ્યું, જુઓ live viral video

પાટણઃ ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, ચાલક વગર બાઈક દોડતું રહ્યું, જુઓ live viral video

અકસ્માત બાદ એકલું દોડતું બાઈકના વીડિયો પરથી તસવીર

Patan accident video:પાટણ જિલ્લાના (patan news) હારીજ ચાણસ્મા હાઈવે ઉપર (Harij chanasma highway) બાઈક ચાલક પસાર થતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઈક ચાલકને (tuck hit bike accident) પાછળની ટક્કર મારી હતી. ટક્કરના પગલે બાઈક ચાલક બાઈક ઉપરથી નીચે પટકાયો હતો.

વધુ જુઓ ...
અસરફ ખાન, પાટણઃ સામાન્ય રીતે ગુજરાતમાં અકસ્માતની (Accident in Gujarat) ઘટનાઓ રોજે રોજ બનતી રહે છે. અને અકસ્માતના વીડિયો (accident video) પણ એટલા જ વાયરલ થતાં હોય છે. પરંતુ ઉત્તર ગુજરાતા પાટણ જિલ્લામાં (Patan news) એક વિચિત્ર ઘટના સીસીટીવીમાં કેદ (cctv footage) થઈ હતી. અને ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા (viral video on social media) ઉપર વાયરલ થયો હતો.

પાટણ જિલ્લાના હારીજ-ચામસ્મા હાઇવે (Harij chanasma highway) ઉપર એક વાહન ચાલકે બાઈકને અડફેટે લીધી હતું. અકસ્માત બાદ ચાલક નીચે પટકાયો હતો અને બાઈક એકલું રસ્તા ઉપર દોડતું રહ્યું હતું. આ ઘટના સીસીટીવીમાં કેદ થતાં ભારે વાયરલ થઈ રહી છે.

ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઈવે ઉપર બાઈક ચાલક પસાર થતો હતો ત્યારે ટ્રક ચાલકે બાઈક ચાલકને પાછળની ટક્કર મારી હતી. ટક્કરના પગલે બાઈક ચાલક બાઈક ઉપરથી નીચે પટકાયો હતો.



જોકે, બાઈક એટલું આગળ ચાલતું રહ્યું હતું. આશરે 400થી 500 મીટર સુધી ચાલક વગર બાઈક એકલું દોડતું રહ્યું હતું. ત્યારબાદ પલટી ખાઈ ગયું હતું. આ ઘટના નજીકના સ્થળ ઉપર લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ આ વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ-મહિલા જેલર રાત્રે સંતાઈને બેરેકમાં જતી, કેદીઓ સાથે બાંધતી શરીર સંબંધ, હત્યાના દોષીઓને પણ ન છોડ્યા

મળતી માહિતી પ્રમાણે બાઈક ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી છે જ્યારે બાઈકને પણ સામાન્ય નુકસાન થયું છે. આ અંગે કોઈ પોલીસ ફરિયાદ થઈ નથી. જોકે, વાયરલ વીડિયો જોઈને લોકો નવાઈ પામી રહ્યા છે.

આ પણ વાંચોઃ-મોરબીઃ મમુ દાઢીના હત્યારાઓ ઝડબાયા, ફોરચ્યુનર ગાડી ઉપર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું, કોણ છે આરોપી?

ઉલ્લેખનીય છે કે કમકમાટી ભર્યા અકસ્માતના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થતા રહે છે ત્યારે પાટણમાં બનેલી આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.  કારણ કે ચાલક વગર બાઈક એકલું દોડતા જોઈને પહેલી નજરે લોકો અનેક તર્ક વિતર્કો કરવા લાગ્યા હતા
First published:

Tags: Accident CCTV, Bike accident, Gujarati News News, Latest viral video, Patan news

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો