ન્યૂઝ18 ગુજરાતી: લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને ગુજરાતમાં મોટો ફટકો પડી શકે છે. નારાજ ઠાકોર સેના આગામી 5મી તારીખે કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ દ્વારા વહેંચવામાં આવેલી ટિકિટોથી નારાજ ઠાકોર સેના કોંગ્રેસનો સાથ છોડી શકે છે.
મળતી માહિતી પ્રમાણે, ઠાકોર સેના દ્વારા પાટણ, મહેસાણા, બનાસકાંઠા તેમજ સાબરકાંઠા લોકસભાની ટિકિટ માગવામાં આવી હતી. જેની સામે રાજ્યમાં ઠાકોર સેનાના લોકોને ટિકિટ ન મળતાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
ઠાકોર સેનાના જિલ્લા કન્વીનર જીબાજી ઠાકોરે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઠાકોર સેનાના લોકોને એકપણ લોકસભાની ટિકિટ ફાળવવામાં આવી નથી. જેના કારણે ઠાકોર સેના કોંગ્રેસ સાથે છેડો ફાડશે. 5 તારીખે અમદાવાદના રાણીપ ખાતે સેનાના અધ્યક્ષો સાથે મળીને અંતિમ નિર્ણય લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભામાં ઠાકોર સેનાએ કોંગ્રેસને ટેકો આપતાં તેની અસર ચૂંટણી પરિણામો પર જોવા મળી હતી.
નોંધનીય છે કે, અગાઉ નારાજ અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી વાતો ચર્ચાઇ હતી. અલ્પેશ ઠાકોર ઘણા લાંબા સમયથી કોંગ્રેસથી નારાજ હતા. જે બાદ તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર