Home /News /north-gujarat /પાટણમાં ઠાકોર સમાજનુ શક્તિપ્રદર્શન, સમાજને ચૂંટણી ટિકિટ નહીં અપાય તો નુકસાનની ચીમકી

પાટણમાં ઠાકોર સમાજનુ શક્તિપ્રદર્શન, સમાજને ચૂંટણી ટિકિટ નહીં અપાય તો નુકસાનની ચીમકી

પાટણ વિધાનસભા બેઠકમાં વર્ષોથી ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો રહ્યો છે.

Gujarat Politics: સંમેલનમા સંત દોલત રામ બાપુ તેમજ દાસબાપુએ પણ સમાજને એક થવા અપીલ કરી હતી. વિધાનસભા ચૂંટણીને લઈ સ્વર્ગસ્થ જોધાજીના પૌત્ર દ્વારા પાટણ બેઠક પર ટિકિટની માગણી પણ કરાઈ છે.

  Gujarat Assembly Elections: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ વિવિધ સમાજ મેદાનમાં આવ્યા છે. પાટણ ખાતે ઠાકોર સમાજે શક્તિપ્રદર્શન યોજી આગામી ચૂંટણીમા પાટણ બેઠક પરથી ઠાકોર સમાજ માટે ટિકિટની માગ કરવામા આવી છે. ક્ષત્રિય ઠાકોર એકતા સંમેલનના નેજા હેઠળ મેલડીમાતા મંદિર ખાતે શક્તિ પ્રદર્શ યોજાવામા આવ્યુ હતું. જેમાં વાગદોડના પૂર્વ સ્વર્ગસ્થ ધારાસભ્ય જોધાજી ઠાકોરનાં સમર્થનમાં 90 ગામોનાં ઠાકોર સમાજનાં આગેવાનોએ સંમેલનમાં હાજરી આપી હતી.

  સંમેલનમા સંત દોલત રામ બાપુ તેમજ દાસબાપુએ પણ સમાજને એક થવા અપીલ કરી હતી. વિધાનસભા ચૂંટણીને લઈ સ્વર્ગસ્થ જોધાજીના પૌત્ર દ્વારા પાટણ બેઠક પર ટિકિટની માગણી પણ કરાઈ છે. ઉપરાંત સંમેલનમા ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. ઉલ્લેખનીય છે કે પાટણ વિધાનસભા બેઠક પર ઠાકોર મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવતા આવ્યા છે.

  આમ વિધાનસભાની ચૂંટણી પહેલા જ પાટણનું રાજકારણ ગરમાયું છે તો રાજનૈતિક પાર્ટીઓ પણ ઠાકોર સમાજના આગેવાનોને પોતાની તરફ આકર્ષી રહ્યા છે તો સાથે જ કેટલાક રાજકીય આગેવાનો ચૂંટણી મેદાનમાં નવાજૂની કરે તેના એંધાણ છે. જોકે પાટણ વિધાનસભા બેઠક પર હંમેશાથી ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો રહ્યો છે. તેથી આગામી વિધાનસભા ચૂંટણીમાં ઠાકોર સમાજમાંથી કોને કઇ પાર્ટી પોતાના ઉમેદવાર બનાવે છે તે જોવાનું રહ્યું.

  આ પણ વાંચો- કોંગ્રેસ સાથે છેડો ફાડનાર ચેતન રાવલે અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી

  વિશ્વ ફલક પર પોતાના ઐતિહાસિક વારસા સાથે ચમકી રહેલી પાટણ વિધાનસભા બેઠક પર સત્તાનો કબજો કરવા રાજકીય પક્ષોએ ગતિવિધિઓ તેજ કરી છે. આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ કયા સમાજના ઉમેદવારને ટિકીટ આપે છે તેના ઉપર મીટ મંડાઇ છે.

  આ પણ વાંચો- ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ચાણક્ય એક્ટિવ

  પાટણ વિધાનસભા બેઠકમાં વર્ષોથી ઠાકોર અને પાટીદાર સમાજના મતદારોનો દબદબો રહ્યો છે. વર્તમાન ધારાસભ્ય પણ પાટીદાર સમાજના છે. 2002થી 2017 સુધી આ બેઠક પર પાટીદાર ઉમેદવારો વિજયી બન્યા છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વારાફરતી રીતે જીતતા આવ્યા છે. જેમાં વર્ષ 1995માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ગાંડાજી ઠાકોર વિજયી બન્યા હતા. શહેર સહિત પંથકના 110 ગામડાઓનો વિધાનસભા સીટમાં સમાવેશ થાય છે.
  Published by:rakesh parmar
  First published:

  Tags: Assembly elections, Assembly elections 2022, ગુજરાત, પાટણ

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन