પાટણ: શિક્ષક કરતો બિભત્સ માંગણી, વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયાસ

News18 Gujarati
Updated: June 8, 2018, 11:25 PM IST
પાટણ: શિક્ષક કરતો બિભત્સ માંગણી, વિદ્યાર્થીનીએ કર્યો આપઘાતનો પ્રયાસ

  • Share this:
ફરી એકવાર રાજ્યમાં શિક્ષણ જગતને લજવે ઘટના સામે આવી છે. આ વખતે પાટણ જીલ્લામાં શિક્ષણ જગતને લાંછન લાગે તેવું કૃત્ય એક શિક્ષક દ્વારા કરવામાં આવ્યું છે. પાટણ જીલ્લાના રાધનપુરમાં શિક્ષણ દ્વારા વારંવાર વિદ્યાર્થીની સાથે બિભત્સ માંગણી કરવામાં આવતા વિદ્યાર્થીનીએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ, પાટણ જીલ્લાના રાધનપુરમાં ઘોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીએ આજે આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. વિદ્યાર્થીનીએ શિક્ષક દ્વારા વારંવાર બિભત્સ માંગણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરતી સુસાઈડ નોટ લખી પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

વિદ્યાર્થીએ પોતાની સુસાઈડ નોટમાં લખ્યું છે, મારી સ્કુલના શિક્ષક હિરેન પંડ્યા જે વારંવાર મને તેની સાથે પ્રેમ સંબંધ બનાવવા માટે માનસિક ટોર્ચર કરતા હતા, મને જબરદસ્તી એક મોબાઈલ આપ્યો હતો, અને કહેતા કે મારી સાથે આખો દિવસ વાત કરવાની, એક દિવસ તો શિક્ષક ઘરમાં કોઈ ન હતું તેનો લાબ લઈ ઘરમાં ઘુસી આવ્યો હતો, અને તેની સાથે જબરદસ્તી પણ કરી હોવાનો વિદ્યાર્થીનીએ આક્ષેપ કર્યો છે. તેણે સુસાઈડ નોટમાં સ્પ,્ટ કહ્યું છે કે, મારા મોત માટે હિરેન પંડ્યા જવાબદાર છે, તેને જરૂરથી સજા અપાવજો.

વિદ્યાર્થીનીએ પોતાના ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ નિષ્ફળ રહેતા તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અને પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી. હાલમાં પોલીસે શિક્ષકની અટકાયત કરી પુછપરછ હાથ ધરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ થોડા દિવસ પહેલા વડગામમાં એક ધોરણ 10માં ભણતી વિદ્યાર્થીની સાથે શિક્ષક દ્વારા છેડતી કરવાની ઘટના સામે આવી હતી. તે પહેલા અરવલ્લી જીલ્લામાં શિક્ષણ જગતને લાંછન લગાવે તેવી ઘટના સર્જાઈ હતી, જેમાં મદની સ્કુલમાં એક શિક્ષકે 7 વિદ્યાર્થીનીની છેડતી કરી ઢોર મારમાર્યો હતો, આ સિવાય થોડા સમય પહેલા દિયોદરની મખાણુ પ્રાથમિક શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા જેલ ભેગો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં હમણાં કડીમાં એક શાળામાં ધોરણ 7માં અબ્યાસ કરતી વિદ્યાર્થીની પર શાળા શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવાની ઘટના પણ સામે આવી હતી. આ સિવાય જંબુસરના મંગણાદ ગામે રહેતો ઇદ્રિશ માસ્તર પણ શાળામાં અભ્યાસ કરતી એક બાળકીને એકલતામાં પોતાના ખોળામાં બેસાડી તેની સાથે શારીરિક અડપલાં કરતો હતો તેવી ફરિયાદ નોંધવામાં આવી હતી.
First published: June 8, 2018, 11:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading