Home /News /north-gujarat /

મહેસાણા અને પાટણના 231 ગામોને બે દિવસ સુધી નહીં મળે પાણી

મહેસાણા અને પાટણના 231 ગામોને બે દિવસ સુધી નહીં મળે પાણી

ફાઇલ તસવીર

ઉત્તર ગુજરાતીની જીવાદોરી ગણાતા ધરોઇ ડેમની પાઇપલાઇનની મરમ્મત કરવાના કારણે પાટણ અને મહેસાણાના 231 ગામડાઓને ધરોઇનું પાણી નહીં મળે.

    કેતન પટેલ, મહેસાણાઃ ઉત્તર ગુજરાતીની જીવાદોરી ગણાતા ધરોઇ ડેમની પાઇપલાઇનની મરમ્મત કરવાના કારણે પાટણ અને મહેસાણાના 231 ગામડાઓને ધરોઇનું પાણી નહીં મળે. મળતી માહિતી પ્રમાણે ઊંઝા તાલુકાના કહોડા તરફ જતી પાઇપ લાઇનનું લીકેજ થતાં તેની મરામત કરવામાં આવતાં 2 દિવસ સુધી પીવાના પાઈનો પુરવઠો બંધ કરવામાં આવશે. જેના કારણે વિસનગર, વડનગર, ખેરાલુ, ઊંઝા અનેસિદ્ધપુર નગરપાલિકાો ઉપરાંત સતલાસણા ગ્રામ પંચાયત સહિત કુલ 231 ગામડાંમાં પાણીનો પુરવઠો નહીં મળે.

    ઉલ્લેખનીય ચે કે, ધરોઇનું પીવાનું પાણી પાટણ જિલ્લામાં એક ડઝન જેટલાં ગામડાામાં પણ ઉપલબ્ધ નહીં થાય. ઉનાળા દરમિયાન પાણી બંધ રહેતાં ધરોઇ યોજના દ્વારા રહીશોને આગોતરી જાણ કરવામાં આવી છે. જેના કારણે નાગરિકો અને પશુઓ માટે પાણીનો જરૂરી સ્ટોક કરવામાં આવે લીકેજ કહોડા લાઇનમાં છે. પરંતુ આગળથી વાલ્વ બંધ કરવામાં આવનાર હોવાથી વિસનગર લાઇન પણ બંધ રાખવામાં આવશે.

    ધરોઇ ડેમની પીવાના પાણીની લાઇનમાં લીકેજ થતું હોવાથી મરામત કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી 29 અને 30 માર્ચના રોજ બે દિવસ વિસનગર ગ્રેવિટી અને કહોડા ગ્રેવિટી લાઇનોમાં પાણીનો સપ્લાય બંધ રહેશે. આ પાણીનો ઉપયોગ કરનાર પાલિકાઓ અને અન્ય ગ્રામ્ય વિસ્તારોના રહીશોને આ માહિતી આપવા જણાવાયું છે. જ્યારે અન્ય લાઇનોમાં પાણીનો પુરવઠો આપવાની કામગીરી ચાલુ રહેશે. ધરોઇ ડેમ તેમજ આ યોજનાના સ્ટાફને આ બે લાઇનોના પાણીા ઉપભોક્તાઓને માહિતગાર કરવા માટે સુચના અપાઇ છે.
    Published by:ankit patel
    First published:

    Tags: Two days, ઉત્તર ગુજરાત, ગામડા

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन