Home /News /north-gujarat /

પાટણના સોનીઓને પણ સસ્તુ સોનું આપવાનું કહી રૂ.90લાખ લૂંટી લીધા હતા

પાટણના સોનીઓને પણ સસ્તુ સોનું આપવાનું કહી રૂ.90લાખ લૂંટી લીધા હતા

પાટણઃ પાટણ સોની બજારના ત્રણ વેપારીઓ સાથે ૯૦ લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર બે આરોપીઓને જેલ સળિયા પાછળ ધકેલાયા છે.પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

પાટણઃ પાટણ સોની બજારના ત્રણ વેપારીઓ સાથે ૯૦ લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર બે આરોપીઓને જેલ સળિયા પાછળ ધકેલાયા છે.પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

  • Pradesh18
  • Last Updated :
પાટણઃ પાટણ  સોની બજારના ત્રણ વેપારીઓ સાથે ૯૦ લાખ રૂપિયાની છેતરપીંડી કરનાર બે આરોપીઓને જેલ સળિયા પાછળ ધકેલાયા છે.પોલીસે સમગ્ર ગુનાનો ભેદ ઉકેલવા આરોપીઓના રિમાન્ડ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.

પાટણ શહેરમાં રહેતા અને હોલસેલમાં સોનાનો વેપાર કરતા મનન કુમાર નરેશભાઈ શાહ સાત વર્ષ પહેલા આરોપી મેહુલ તેમજ મેહુલના પિતા અનિલભાઈ રહે બન્ને પાટણ ના ઓ ના સપર્ક માં આવ્યા હતા અને સોનાના ધંધા ની બાબતમાં અનેક વખત  મેળવાનું થતું હોઈ તેમના વચ્ચે મૈત્રી સંબધો બન્યા હતા. ત્યારે સાત માસ અગાઉ મનનને આરોપી મેહુલ અને અનિલભાઈએ કહ્યું હતું કે તેમને હું સસ્તું સોનું લાવી આપી અને તેમને તારીખ ૨૦ ફેબુઆરીના રોજ એક સોનાનું બિસ્કીટ પણ આપ્યું હતું.

મોટા જથ્થામાં સસ્તુ સોનું આપવાનું કહી મનને કલોલમાં આવેલ પેઢીમાં ૪૦ લાખનો હવાલો કરાવ્યો હતો.અને રોકડ રૂપિયા ૫૦ લાખ લઇ સોનાના બિસ્કીટ લેવા જતા આરોપીઓ સહિત બીજી ગાડીમાં આવેલ અન્ય ઈસમોએ  તેને ગાડીમાં બેસાડી માર મારી રિવોલ્વર બતાવી વેપારી મનને જાન મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલ ૫૦ લાખ ની લુંટ કરી ફરાર થઇ જવા પામ્યા હતા અને ત્યારે આ ૯૦ લાખ માં વેપારી મનનની સાથે અન્ય બે વેપારીઓના પણ પૈસા હોવાથી ત્રણેય વેપારીઓ સાથે છેતરપીંડી સહીત લુંટ થતા વેપારીઓ એ મેહુલ સહિત અન્ય ૫ ઈસમો વિરુધ સહેર પોલીસ મથક માં ફરિયાદ શહેરના બી ડીવીઝન પોલીસ મથક નોધાવા પામી હતી.

ત્યારે પોલીસ આ ગુનાની તપાસમાં હતી ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે અન્ય ગુનાઓમાં સંડોવાયેલ  વોન્ટેટ અને  રેઢા ગુનેગાર તરીકે નાસ્તા ફરતા   હિતેન્દ્રસિંહ હિમતસિંહ વાઘેલા અને સમીરભાઈ પઠાન બન્ને  ગુનેગારોને પકડી પાડી ર્તેમની પૂછ પરછ કરતા તેમને આ ૯૦ લાખની લુંટ તેમજ છેતરપીંડી માં જે અન્ય ત્રણ ઈસમો હતા તે બન્ને હતા અને તેઓ આ ગુનામાં  સંડોવાયેલ હોવાનું કબુલાત કરતા રાજકોટ પોલીસે  વોરેન્ટ ઈશુ કરી પાટણ એલસીબી ને સોપ્યા હતા.
First published:

Tags: ક્રાઇમ, ગુનો, છેતરપિંડી, જવેલર્સ

આગામી સમાચાર