Home /News /north-gujarat /Patan Crime: પાટણ: પિતાને લાગી લુડોની લત, પુત્રએ તેમના મિત્ર પર કર્યો તલવાર વડે હુમલો

Patan Crime: પાટણ: પિતાને લાગી લુડોની લત, પુત્રએ તેમના મિત્ર પર કર્યો તલવાર વડે હુમલો

લુડો રમતની પ્રતિકાત્મક તસવીર

સંજયે સ્થળ પર પહોંચીને મુકેશ પર તેના પિતા ભોપાજીને લુડોની લત લગાવવાનો આક્ષેપ કરીને ઝગડો શરૂ કર્યો હતો. મુકેશે ફરીયાદમાં જણાવ્યું કે, ”સંજયે મારા પર તેના પિતાને ગેરમાર્ગે દોરવાનો અને તેને બગાડવાનો આરોપ લગાવ્યો હતો.

    પાટણ : 29 વર્ષના યુવક માટે મિત્ર સાથે લુડો રમવું ભારે પડી ગયું હતું. લુડો રમતી વખતે મિત્રના પુત્રએ તેના પર તલવાર (Son Attacks his Pal with Sword) વડે હુમલો કરતા સમગ્ર મામલો બીચક્યો હતો. સંજય ઠાકોરે તેના પિતા ભોપાજીના લુડોના વ્યસન માટે જવાબદાર માની મુકેશ ઠાકોર પર ગંભીર રીતે હુમલો કર્યો હતો.

    શું છે સમગ્ર મામલો?


    આ ઘટના રવિવારના રોજ પાટણમાં બની હતી. મુકેશ ઠાકોરને એટલી ગંભીર ઇજા પહોંચી હતી કે, તેને 15 ટાંકાઓ લેવા પડ્યા હતા. આ સમગ્ર મામલે મુકેશે સંજય વિરુદ્ધ પાટણ શહેરના એ ડિવિઝન પોલીસ મથકમાં FIR નોંધાવી હતી. ફરીયાદ અનુસાર, ભોપાજી અને મુકેશ રવિવારે પાટણના એક મંદિરની બહાર ઓનલાઇન લુડો રમી રહ્યા હતા. ત્યારે સંજય સ્થળ પર પહોંચ્યો અને અપશબ્દો બોલવા લાગ્યો હતો.

    પિતાને લુડોની લત લગાવવાનો આરોપ


    સંજયે સ્થળ પર પહોંચીને મુકેશ પર તેના પિતા ભોપાજીને લુડોની લત લગાવવાનો આક્ષેપ કરીને ઝગડો શરૂ કર્યો હતો. મુકેશે ફરીયાદમાં જણાવ્યું કે, ”સંજયે મારા પર તેના પિતાને ગેરમાર્ગે દોરવાનો અને તેને બગાડવાનો આરોપ લગાવ્યો હતો. તેણે મારી સાથે દુર્વ્યવહાર કર્યો હતો અને કહ્યું કે હું તેના પિતાને લુડોની લત લગાવવા માટે જવાબદાર છું. મે તેને કહ્યું કે, હું તેના પિતાના આગ્રહ પર જ આ ગેમ રમી રહ્યો છું.”

    એલઆરડી જવાને તિથલના દરિયામાં ઝંપલાવી કર્યો આપઘાત

    ફરીયાદમાં જણાવ્યા અનુસાર, જ્યારે ભોપાજીએ તેના મિત્ર સાથે દુર્વ્યવહાર કરવાની મનાઇ કરી, ત્યારે સંજય આવેશમાં આવી ગયો અને તેના ઘરે જઇને તલવાર લઇને ફરી પાછો આવ્યો હતો. મુકેશે જણાવ્યું કે, “તેણે મને મારવા માટે તલવારથી ઘા કર્યો હતો. જ્યારે મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે મારા હાથ કાપી નાંખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, આંગળી કાપી નાંખીશ પછી તેના પિતા સાથે લુડો નહીં રમી શકું”.

    પ્રબોધસ્વામીના શિષ્યએ મહાદેવનું અપમાન કરીને માંગી માફી, વીડિયો

    પોલીસે શરૂ કર્યો તપાસનો ધમધમાટ


    મુકેશના ભાઇ કલ્પેશે જણાવ્યું કે, હુમલામાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી અને તેને પાટણ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં મેડીકો-લિગલ કેસ દાખલ કરવામાં આવ્યો હતો.
    " isDesktop="true" id="1246939" >

    કલ્પેશે વધુમાં જણાવ્યું કે, આ ઘટના બની ત્યારે સંજય અને મુકેશ બંને નશામાં હતા. પાટણ પોલીસે સંજય સામે ગંભીર ઇજા પહોંચાડવા અને ફોજદારી ધમકી આપવાનો ગુનો નોંધીને તપાસનો ધમધમાટ ચલાવ્યો છે.
    First published:

    Tags: ક્રાઇમ સમાચાર, ગુજરાત, પાટણ

    विज्ञापन
    विज्ञापन