Home /News /north-gujarat /

Patan Double Murder: રાખડી બાંધતી સગી બહેને જ ભાઈ-ભત્રીજીની કરી હતી હત્યા, અદાલતે આપી આજીવન કેદની સજા

Patan Double Murder: રાખડી બાંધતી સગી બહેને જ ભાઈ-ભત્રીજીની કરી હતી હત્યા, અદાલતે આપી આજીવન કેદની સજા

પાટણમાં ભાઈ અને ભત્રીજીની હત્યા કરનારી કિન્નરી પટેલને અદાલતે આપી આજીવન કેદની સજા

Patan Sister Killed Brother: પાટણમાં વર્ષ 2019માં (Patan Gujarat) સગા ભાઈ અને ભત્રીજીને પોટેશિયમ સાઈનાઇટની ગોળી આપી મારી નાખનાર 'હત્યારી બહેન'ની ક્રાઈમ શોને ટક્કર મારતી કહાણી, કોઈ સ્વપ્ન પણ ન વિચારી શકે કે એક બહેન બની શકે છે હત્યારી!

વધુ જુઓ ...


  પાટણ : પાટણની (Patan double Murder case) 'હત્યારી બહેન' કિન્નરી પટેલને (Kinnari Patel) અદાલતે આજીવન કેદની સજા આપી છે. કોઈ સ્વપ્ન પણ ન વિચારી શકે તેવી અને ટેલિવિઝન પર જોવા મળતી ક્રાઈમ સિરિયલોની (Crime Shows) કહાણીને આટી મારે એવી કહાણી ગુજરાતના (Gujarat Patan) પાટણમાંથી સામે આવી હતી. વર્ષ 2019માં પાટણ જિલ્લામાં સગી બહેન કિન્નરી પટેલે પોતાના જ સગાઈ ભાઈ જીગર પટેલે (Jigar Patel) અને તેની પુત્રીને મારી નાખ્યા હતા. આ મામલે પોલીસ (Police Investigation)  તપાસ બાદ કોર્ટમાં કિન્નરી પટેલ (Kinnari Patel Sentenced for Life) દોષિત ઠરતા તેને આજીવન કેદ અને 50, 000 દંડની સજા આપાવમાં આવી છે. જોકે, કિન્નરી પટેલે આ ગુના કબૂલ કર્યો નથી અને તેના વકીલ હાઇકોર્ટમાં રાવ કરશે પરંતુ નીચલી અદાલતે કિન્નરીને હત્યારી દોષિત ઠેરવી છે.

  ભાઈની હત્યાનું પ્લાનિંગ, ધતૂરો પીવડાતા માનસિક સંતુલન લથડ્યું 

  કિન્નરી મૂળ વ્યવસાયે ડેન્ટિસ્ટ હતી. તેનો પરિવાર સુખી સંપન્ન છે પરંતુ કોઈ કારણોસર ઘરમાં થયેલી સમસ્યામાં તેણે પોતાના જ ભાઈને મારી નાખવાનું પ્લાનિંગ કર્યુ હતું. ભાઈને મારી નાખવા માટે તેણે પહેલાં ગ્લુકોઝમાં પોતાના ભાઈને અને ભત્રીજીને ધતૂરાનું પાણી આપ્યું હતું.  કિન્નરી ડેન્ટિસ્ટ હોવાના કાણે ધતૂરાની ઘાતકી અસરો વિશે જાણતી હતી. ધતૂરાના કારણે જિગરનું માનસિક સંતુલન બગડ્યું હતું અને તેમે એજ વખતે સાઈનાઈડનો પાવડર મોઢામાં આપી જેતા જિગરનું સારવાર દરમિયાન મોત થયું હતું.

  ભાઈને મારવા માટે પોટેશિયમ સાઇનાઇડની ગોળી આપી

  કિન્નરીએ જિગરની હત્યા કરવા માટે તેને પોટાશિયમ સાઇનાઇડની કેપ્સૂલ આપી હતી. પોતે ડૉકટર હોવાથી તેને આ ઝેરની ખબર હતી. આ કેપ્સૂલ બનાવવા માટે તેણે અમદાવાદમાં પોતે કાયમી સોના ચાંદીના દાગીના લેતી હતી તે વેપારીને મળી અને પોતે ડેન્ટિસ્ટ હોવાથી દાંત પર લગાવવા માટેની કેપ પર સોનાનો ગિલેટ કરવા કેમિકલની જરૂરિયાત હોવાનું જણાવી અને લઈ આવી હતી.

  ભાઈને આ કેપ્સૂલ આપતા પહેલાં મકોડા પર પ્રયોગ કર્યો હતો

  કિન્નરીએ આ કેપ્સૂલનો પ્રયોગ ભાઈ જિગરને આપતા પહેલાં મકોાડા પર કર્યો હતો. તેણે આ સાઈનાઈડ મકોડાને આપ્યું હતું અને તેનાથી તે મરી ગયો હતો એટલે તેને ખાત્રી થઈ હતી કે ભાઈનું મોત થશે જ.

  મૃતક જિગર પટેલની ફાઇલ તસવીર


  5મે 2019ના રોજ ખેલ્યો હતો મોતનો ખેલ

  પટેલ પરિવાર 5મી મેના રોજ પાટણથી કલાણા ગામે કૂળદેવીના દર્શને ગયો હતો. એ વખતે કિન્નરીએ ધતૂરાના બીજ ઉકાળેલુ પાણી જિગરને આપ્યું હતું. એ પાણી પીવાથી જિગરને ખેંચ આવતા તેણે માનસિક સંતુલન ગુમાવી દીધું હતું. ત્યારબાદ તેણે જિગરના મોઢામાં સાઇનાઇડની કેપ્સુલનો પાવડર મોઢામાં નાખી દેતા તેનું મોત થયું હતું.

  ભાઈની હત્યાના 15 દિવસ બાદ ભત્રીજીની હત્યા કરી

  જિગરની હત્યાના 15 દિવસ બાદ કિન્નરીએ તેની ભાભી ડૉ. ભૂમિને પણ ધતૂરાનું પાણી આપ્યું હતું જેથી તેને સારવાર માટે લઈ જવા પડ્યા હતા. આ દરમિયાન તેણે 14 મહિનાની ભત્રીજી માહીને સાઈનાઈડ આપી દેતા તેનું મોત થયું હતું.

  કેવી રીતે પકડાઈ કિન્નરી?

  કિન્નરીના આ ખૂની ખેલનો કોઈને સ્વપ્ને પણ ખ્યાલ ન આવ્યો હોત પરંતુ તેની ભત્રીજી માહીનું મૃત્યુના થોડા દિવસો બાદ જમીનમાંથી શવ કાઢી પીએમ કરાવવામાં આવ્યું હતું. આ અંગે પિતાને જ શંકા જતા તેણે કિન્નરી સામે પોલીસ ફરિયાદ કરાવી હતી અને પોલીસ તપાસમાં કિન્નરીના આ મર્ડર પ્લાનનો પર્દાફાશ થયો હતો.

  શું કિન્નરી મિલકત માટે આખા પરિવારને મારી નાખવા માગતી હતી?

  આ સમગ્ર મામલે હજુ સુધી સ્પષ્ટ બાબતો જાણી ન શકાઈ કે ક્યા એવા પરિબળો હતા જેના કારણે કિન્નરીએ હત્યા કરી, કિન્નરી કોર્ટમાં પોતાનો ગુનો કબૂલવા તૈયાર નથી અને તે પોતાના વકીલ થકી ઉપલી અદાલતમાં જશે પરંતુ આખરે તેનો પ્લાન હતો શું?

  જિગર પટેલ પુત્રી માહી સાથે


  હત્યાકાંડ વખતના અહેવાલો મુજબ કિન્નરી પાસે સાઈનાઈડની મોટી માત્રામાં ગોળીઓ હતી ત્યારે શું તે એક પછી એક તેના પરિવારને મારી નાખવા માગતી હતી? કે પછી ભત્રીજી પછી તેના ભાભીને મારી અને સમગ્ર મિલકતની પોતે જ વારસદાર રહેવા માગતી હતી? આવા અનેક સવાલોના રહસ્યો વણઉકેલાયેલા છે.

  પાટણની અદાલતનો ચૂકાદો આજીવવન કેદ

  કિન્નરીને પાટણની સેશન્સ કોર્ટે કિન્નરી નરેન્દ્ર ભાઈ પટેલ ઉં. વ 28 રહે. મણિપુષ્પ સોસાયટી થલતેજ, મૂળ કલાણા સિદ્ધપુર પાટણને દોષિત કરાર આપી છે.
  Published by:Jay Mishra
  First published:

  Tags: ગુજરાતી સમાચાર, પાટણ, હત્યા

  આગામી સમાચાર